Hadith for the World
Topic

મહત્ત્વતાઓ અને અદબો

288 hadiths

288 hadiths

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «તે વ્યક્તિનું અપમાન થાય, ફરી તે વ્યક્તિનું અપમાન થાય, ફરી તે વ્યક્તિનું અપમાન થાય», પૂછવામાં આવ્યું કોનું અપમાન? હે અલ્લાહના રસૂલ! નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «જે વ્યક્તિ પોતાના માતાપિતા માંથી એક અથવા બંનેને વૃદ્ધાવસ્થામાં પામે અને તેમની (સેવા કરી) પોતાને જન્નતના હકદાર ન બનાવી શકે».આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) મક્કાના રસ્તે સફર કરી રહ્યા હતા, રસ્તામાં એક પહાડ પાસેથી પસાર થયા, જેનું નામ જુમદાન હતું, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «ચાલતા રહો, આ જુમદાન પર્વત છે, મુફર્રદુન આગળ વધી ગયા», સહાબાઓએ કહ્યું: હે અલ્લાહના રસૂલ! મુફર્રદુન કોને કહે છે? નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «સૌથી વધારે અલ્લાહને યાદ કરવાવાળા પુરુષો અને સૌથી વધારે યાદ કરવાવાળી સ્ત્રીઓ».આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
અબુ હુરૈરહ રઝી.થી રિવાયત છે કે નબી ﷺ એ કહ્યું: «એક વ્યક્તિ લોકોને દેવું આપતો હતો અને જ્યારે તે પોતાના સેવકોને વસુલી માટે મોકલતો તો તેમને કહેતો: જો તમે કોઈ એવા વ્યક્તિ પાસે જાઓ જે દેવું પૂરું કરવાની ક્ષમતા ન ધરાવતો હોય તો તમે તેને છોડી દે, શક્ય છે કે અલ્લાહ આપણા ગુનાહ માફી કરી દે, તેથી નબી સલ્લલ્લાહુ અલયહી વ સલ્લમ એ કહ્યુ: જ્યારે તે મૃત્યુ પછી અલ્લાહને મળ્યો તો અલ્લાહ એ તેને માફ કરી દીધો».મુત્તફકુન્ અલયહિ
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે મેં નબી ﷺને કહેતા સાંભળ્યા: «મારી કોમના દરેક લોકોને માફ કરી દેવામાં આવશે, સિવાય તે લોકોના જેઓ જાહેરમાં ગુનાહ કરે છે, જાહેરમાં ગુનાહ કરવાનો એક પ્રકાર એ પણ છે કે કોઈ વ્યક્તિ રાત્રે ગુનોહ કરે અને એવી સ્થિતિમાં સવાર કરે કે અલ્લાહએ તેના ગુનાહ પર પડદો કરી રાખ્યો હોય, અને તે કોઈને કહે કે હે ફલાણા ! મેં કાલે રાત્રે આ ગુનોહ કર્યો છે, જ્યારે કે તેના ગુનાહ પર અલ્લાહએ પડદો કરી રાખ્યો હતો, પરંતુ સવારે તે પોતે તે પડદાને ખોલી નાખે છે».મુત્તફકુન્ અલયહિ
સઅદ બિન્ અબી વકકાસ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અમે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે બેઠા હતા, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «શું તમારા માંથી કોઈ તે વાત પર સક્ષમ નથી કે એક દિવસમાં એક હજાર નેકીયો કમાવી લે?» આપની સાથે બેઠેલા સહાબાઓ માંથી એકે સહાબીએ સવાલ કર્યો: કોઈ એક દિવસમાં એક હજાર નેકીઓ કંઈ રીતે કમાવી શકે છે? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તે સો વખત સુબ્હાનલ્લાહ કહે, તો તેના માટે એક હજાર નેકીઓ લખવામાં આવે છે, અથવા એક હજાર ગુનાહ માફ કરવામાં આવે છે».આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
જાબિર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે મેં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને તેમના મૃત્યુના ત્રણ દિવસ પહેલા કહેતા સાંભળ્યા: «તમારા માંથી કોઈ પણ વ્યક્તિ મૃત્યુ ન પામે પરંતુ તેને એ સ્થિતિમાં મૃત્યુ આવે કે તે અલ્લાહથી સારું અનુમાન રાખતો હોય».આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
અબૂ મૂસા રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તે વ્યક્તિનું ઉદાહરણ, જે પોતાના પાલનહારને યાદ કરે છે અને જે યાદ નથી કરતો, જીવિત અને મૃતક જેવું છે», અને મુસ્લિમની રિવાયતના શબ્દો: «તે ઘરનું ઉદાહરણ જેમાં અલ્લાહનો ઝિક્ર કરવામાં આવતો હોય અને તે ઘરનું ઉદાહરણ જેમાં અલ્લાહનો ઝિક્ર કરવામાં ન આવતો હોય, તે જીવિત અને મૃતક સમાન છે».મુત્તફકુન્ અલયહિ
عن أبي هريرة رضي الله عنه قال: جاء رجل إلى رسول الله صلى الله عليه وسلم فقال: يا رسول الله، مَنْ أحقُّ الناس بِحُسن صَحَابَتِي؟ قال: «أمك» قال: ثم مَنْ ؟ قال: «أمك»، قال: ثم مَنْ؟ قال: «أمك»، قال: ثم مَنْ؟ قال: «أبوك». متفق عليه. وفي رواية: يا رسول الله، مَنْ أحقُّ بحُسْنِ الصُّحْبَةِ؟ قال: «أمك، ثم أمك، ثم أمك، ثم أباك، ثم أدْنَاك أدْنَاك».الرواية الأولى: متفق عليها. الرواية الثانية: رواها مسلم
عن أنس رضي الله عنه مرفوعاً: «من خَرج في طلب العلم فهو في سَبِيلِ الله حتى يرجع».رواه الترمذي
عن أبي هريرة رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم : «من رآني في المنام فَسَيَرَانِي في اليَقظة -أو كأنما رآني في الْيَقَظَةِ- لا يَتَمَثَّلُ الشيطان بي».متفق عليه. مسلم
અબૂ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «હે અબૂ સઇદ! જે વ્યક્તિ અલ્લાહના પાલનહાર હોવા પર, ઇસ્લામના દીન હોવા પર અને મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના દીન હોવા પર ખુશ થઈ જાય, તો તેના માટે જન્નત વાજિબ થઈ ગઈ», તેના પર અબૂ સઈદ રઝી અલ્લાહુ અન્હુએ આશ્ચર્ય થઈ પૂછ્યું: હે અલ્લાહના રસૂલ! આ વાતને ફરીવાર કહો, ફરી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «એક બીજો અમલ જેના કારણે અલ્લાહ બંદાના જન્નતમાં સો દરજ્જા બુલંદ કરે છે, દરેક બે દરજ્જા વચ્ચે એટલું અંતર છે, જેટલું અંતર આકાશ અને જમીન વચ્ચે», તેમણે કહ્યું: હે અલ્લાહના રસૂલ! તે અમલ કયો છે? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «અલ્લાહના માર્ગમાં જિહાદ કરવું, અલ્લાહના માર્ગમાં જિહાદ કરવું».આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
વહશી બિન્ હર્બ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે: સહાબાઓએ કહ્યું: હે અલ્લાહના પયગંબર! અમે ખાવાનું ખાઈએ છીએ પરંતુ તેનાથી સંતુષ્ટ થતા નથી, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «કદાચ તમે અલગ અલગ ખાતા હશો»? સહાબાઓએ કહ્યું: હા, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «એક સાથે ભેગા બેસી ખાઓ અને અલ્લાહનું નામ લો, તેમાં તમારા માટે બરકત કરવામાં આવશે».આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહ અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે
عن أنس رضي الله عنه مرفوعاً: «يَتْبَعُ الميتَ ثلاثةٌ: أهْلُه ومَالُه وعَمَلُه، فيرجع اثنان ويَبْقى واحد: يرجع أهْلُه ومَالُه، ويبقى عَمَلُه».متفق عليه
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺએ કહ્યું: «સવાર વ્યક્તિ ચાલતા વ્યક્તિને અને ચાલતો વ્યક્તિ બેઠેલા વ્યક્તિને સલામ કરશે અને નાનું જૂથ મોટા જૂથને સલામ કરે». અને બુખારીની રિવાયત આ પ્રમાણે છે: «યુવાન વ્યક્તિ વૃદ્ધ વ્યક્તિને સવાર વ્યક્તિ બેઠેલા વ્યક્તિને અને નાનું જૂથ મોટા જૂથને સલામ કરે».મુત્તફકુન્ અલયહિ
عن أنس بن مالك رضي الله عنه مرفوعاً: «يُؤتى بأنعم أهل الدنيا من أهل النار يوم القيامة، فَيُصْبَغُ في النار صَبْغَةً، ثم يقال: يا ابن آدم، هل رأيت خيرًا قطُّ؟ هل مَرَّ بك نَعِيمٌ قطُّ؟ فيقول: لا والله يا رب، وَيُؤْتَى بأشدِّ الناس بُؤسًا في الدنيا من أهل الجَنَّة، فَيُصْبَغُ صَبْغَةً في الجنَّة، فيقال له: يا ابن آدم، هل رأيت بُؤسًا قط؟ هل مَرَّ بك شِدَّةٌ قط؟ فيقول: لا والله، ما مَرَّ بي بُؤْسٌ قطٌّ، ولا رأيت شِدةً قَطُّ».رواه مسلم
عن أبي هريرة رضي الله عنه قال: سمعت رسول الله صلى الله عليه وسلم يقول: «جَعَلَ اللهُ الرحمةَ مائة جُزْءٍ، فَأَمْسَكَ عِنْدَهُ تِسْعَةً وَتِسْعِينَ، وأَنْزَلَ في الأَرْضِ جُزْءًا وَاحِدًا، فَمِنْ ذَلِكَ الجُزْءِ يَتَرَاحَمُ الخَلَائِقُ، حتى تَرْفَعَ الدَّابَّةُ حَافِرَهَا عَنْ وَلَدِهَا خَشْيَةَ أَنْ تُصِيبَهُ». وفي رواية «إِنَّ للهِ تعالى مئةُ رحمةٍ، أَنْزَلَ منها رحمةً واحدةً بَيْنَ الجِنِّ والإنسِ والبَهَائِمِ والهَوَامِّ، فَبِهَا يَتَعَاطَفُونَ، وبها يَتَرَاحَمُونَ، وبِهَا تَعْطِفُ الوَحْشُ على وَلَدِهَا، وأَخَّرَ اللهُ تعالى تِسْعًا وتِسْعِينَ رحمةً يَرْحَمُ بِهَا عِبَادَهُ يومَ القِيَامَةِ». وعن سلمان الفارسي رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم : «إِنَّ للهِ تعالى مئةُ رحمةٍ فمنها رحمةٌ يَتَرَاحَمُ بها الخَلْقُ بَيْنَهُمْ، وتِسْعٌ وتِسْعُونَ لِيَومِ القِيَامَةِ». وفي رواية: «إِنَّ اللهَ تَعَالَى خَلَقَ يَوْمَ خَلَقَ السَّمَاوَاتِ والأَرْضَ مئةَ رحمةٍ كُلُّ رحمةٍ طِبَاقَ مَا بَيْنَ السَّمَاءِ إلى الأَرْضِ، فَجَعَلَ منها في الأَرْضِ رَحْمَةً فبها تَعْطِفُ الوَالِدَةُ على وَلَدِهَا، والوَحْشُ والطَّيْرُ بَعْضُهَا عَلَى بَعْضٍ، فإذا كانَ يومُ القيامةِ أَكْمَلَهَا بِهَذِه الرحمةِ».حديث أبي هريرة -رضي الله عنه-: متفق عليه. حديث سلمان -رضي الله عنه-: رواه مسلم
અબૂ ઝર જુન્દુબ બિન્ જુનાદહ અને અબૂ અબ્દુર રહમાન મુઆઝ બિન્ જબલ રઝી અલ્લાહુ અન્હુમા વર્ણન કરે છે કે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તમે જ્યાં પણ રહો, અલ્લાહથી ડરતા રહો, પાપ કાર્ય પછી નેકી કરી લો, જે તે પાપને ખત્મ કરી દેશે, અને લોકો સાથે સારો વ્યવહાર કરો».આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે
નવ્વાસ બિન સિમ્આન રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: મેં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને નેકી અને બુરાઈ વિષે સવાલ કર્યો, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «નેકી સારા અખ્લાક (નૈતિકતા) નું નામ છે, અને બુરાઈ તે છે જે તમારા દિલમાં ખટકે, અને તમને પસંદ ન હોય, કે લોકો તેના વિષે જાણે».આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
عن أنس بن مالك رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم : «للَّهُ أَفْرَحُ بِتَوْبَةِ عَبْدِهِ مِنْ أَحَدِكُمْ، سَقَطَ عَلَى بَعِيرِهِ، وَقَدْ أَضَلَّهُ فِي أَرْضِ فَلاَةٍ». وفي رواية: «لَلَّهُ أَشَدُّ فَرَحًا بِتَوْبَةِ عَبْدِهِ حِينَ يَتُوبُ إِلَيْهِ، مِنْ أَحَدِكُمْ كَانَ عَلَى رَاحِلَتِهِ بِأَرْضِ فَلَاةٍ، فَانْفَلَتَتْ مِنْهُ وَعَلَيْهَا طَعَامُهُ وَشَرَابُهُ، فَأَيِسَ مِنْهَا، فَأَتَى شَجَرَةً، فَاضْطَجَعَ فِي ظِلِّهَا، وقَدْ أَيِسَ مِنْ رَاحِلَتِهِ، فَبَيْنَا هُوَ كَذَلِكَ إِذَا هُوَ بِهَا، قَائِمَةً عِنْدَهُ، فَأَخَذَ بِخِطَامِهَا، ثُمَّ قَالَ مِنْ شِدَّةِ الْفَرَحِ: اللهُمَّ أَنْتَ عَبْدِي وَأَنَا رَبُّكَ! أَخْطَأَ مِنْ شِدَّةِ الْفَرَح».متفق عليه والرواية الأولى لفظ البخاري، والرواية الثانية لفظ مسلم
અબૂ મુસા અશ્અરી રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «અલ્લાહ તઆલા રાતના સમયે પોતાનો હાથ ફેલાવે છે, કે દિવસ દરમિયાન ગુનાહ કરનાર વ્યક્તિ પોતાના ગુનાહથી તૌબા કરી લે, અને સવારના સમયે હાથ ફેલાવે છે, જેથી રાત દરમિયાન ગુનાહ કરનાર વ્યક્તિ પોતાના ગુનાહની માફી માંગી લે, આ પ્રમાણે કરતો રહે છે જ્યાં સુધી સૂર્ય પશ્ચિમ માંથી ન નીકળે».આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર ﷺએ કહ્યું: «કોઈ મુસલમાન સ્ત્રી માટે જાઈઝ નથી કે એક દિવસ અથવા એક રાતનો સફર મહરમ (જેની સાથે લગ્ન નથી કરી શકતી) તેના વગર કરે».મુત્તફકુન્ અલયહિ
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «અલ્લાહ તઆલા તમારા ચહેરા અને માલ નથી જોતો, પરંતુ અલ્લાહ તઆલા તમારા દિલની સ્થિતિ તેમજ તમારો અમલ જોવે છે».આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
ઉમર બિન ખત્તાબ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી ﷺ એ કહ્યું: «કાર્યોનો આધાર નિયતો પર છે, દરેક વ્યક્તિને તેની (સારી અથવા ખરાબ) નિયત પ્રમાણે (સારો અથવા ખરાબ) વળતર મળશે, બસ ! જેની હિજરત અલ્લાહ અને તેના પયગંબર માટે હશે, તેની હિજરત તેમના માટે જ સમજવામાં આવશે અને જેણે દુનિયા પ્રાપ્ત કરવા માટે અથવા કોઈ સ્ત્રી સાથે લગ્ન કરવા માટે હિજરત કરી તો તેની હિજરત તેના માટે જ હશે». બુખારી શરીફના શબ્દો આ પ્રમાણે છે: «કાર્યોનો આધાર નિયતો પર છે, જે વ્યક્તિની જેવી નિયત હશે તે પ્રમાણે તેને બદલો આપવામાં આવશે».મુત્તફકુન્ અલયહિ
અબ્દુલ્લાહ બિન ઉમર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેઓ કહે છે: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ મારો ખભો પકડી કહ્યું: «દુનિયામાં એવી રીતે જીવન પસાર કરો, જેમ કે તમે એક અજાણ હોવ અથવા રાહદાર હોવ», ઈબ્ને ઉમર કહેતા હતા: જ્યારે તમે સાંજ કરી લો તો સવારની રાહ ન જુઓ અને જ્યારે તમે સવાર કરો તો સાંજની રાહ ન જુઓ, બીમારી આવતા પહેલા તંદુરસ્તીના સમયને ગનીમત જાણો, મૃત્યુ આવતા પહેલા જીવનમાં મૃત્યુની તૈયારી કરી લો.આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે