Hadith for the World
Topic

મહત્ત્વતાઓ અને અદબો

288 hadiths

288 hadiths

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «એકબીજાથી ઈર્ષા ન કરો, વેચાણમાં એકબીજાને ધોખો ન આપો, એકબીજા પ્રત્યે દ્વેષ ન રાખો, એકબીજાથી મોઢું ન ફેરવો, કોઈના વેપાર પર વેપાર ન કરો, અલ્લાહના બંદાઓ અને ભાઈ ભાઈ બની જાઓ, મુસલમાન મુસલમાનનો ભાઈ હોય છે, ન તો તેના પર જુલમ કરે છે અને ન તો તેને એકલો છોડે છે, ન તો તેને તુચ્છ સમજે છે, તકવા અને પરહેજગારી અહીંયા છે», આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પોતાના હૃદય તરફ ત્રણ વખત ઈશારો કર્યો, «કોઈ વ્યક્તિના ખરાબ હોવા માટે એટલી જ વાત પૂરતી છે કે તે પોતાના મુસલમાન ભાઈને તુચ્છ સમજે, દરેક મુસલમાનના પ્રાણ, તેનો માલ અને તેની આબરૂ બીજા મુસલમાન માટે હરામ છે».આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે તેઓએ કહ્યું: એક વ્યક્તિ આપ ﷺ પાસે આવ્યો અને કહ્યું: મને વસિયત કરો, આપ ﷺ એ કહ્યું «ગુસ્સો ન કર » તે વારંવાર પૂછતો રહ્યો અને આપ ﷺ કહેતા રહ્યા: «ગુસ્સો ન કર».આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
ઉમર બિન ખત્તાબ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે: મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા: «જો તમે અલ્લાહ પર એવી રીતે ભરોસો કરો જેવી રીતે કરવાનો હક છે, તો તમને એવી રીતે રોજી આપવામાં આવશે, જેવી રીતે પક્ષીઓને રોજી આપવામાં આવે છે, તેઓ સવારમાં ખાલી પેટ નીકળે છે અને સાંજે ભરપેટ પાછા ફરે છે».આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહ અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી ﷺએ કહ્યું: «જે વ્યક્તિએ કોઈ મોમિનની દુનિયાની પરેશાનીઓ માંથી કોઈ પરેશાની દૂર કરશે, તો અલ્લાહ કયામતના દિવસે તેની પરેશાનીઓ માંથી એક પરેશાની દૂર કરશે, જે કોઈ પરેશાન વ્યક્તિ માટે આસાની કરશે, તો અલ્લાહ તેના માટે દુનિયા અને આખિરતમાં આસાની કરશે, જે કોઈ મુસલમાનની ખામી છુપાવશે તો અલ્લાહ તઆલા દુનિયા અને આખિરતમાં તેની ખામી છુપાવશે, અલ્લાહ સતત તે બંદાની મદદ કરતો રહે છે, જ્યાં સુધી બંદો પોતાના ભાઈની મદદ કરતો રહે છે, જે વ્યક્તિ ઇલ્મ પ્રાપ્ત કરવા માટે કોઈ માર્ગ પર ચાલશે, તો અલ્લાહ તેના માટે જન્નતનો માર્ગ સરળ કરી દેશે, જ્યારે કોઈ કોમ અલ્લાહના ઘરો માંથી કોઈ ઘરમાં ભેગી થઈ અલ્લાહની કિતાબની તિલાવત કરે છે અને તેને એકબીજાને શીખવાડતા હશે તો તેમના પર સકીનત (શાંતિ) ઉતારવામાં આવે છે, અલ્લાહની રહમત તેમને ઢાંકી લે છે, અને અલ્લાહ પોતાની પાસે હાજર ફરિશ્તાઓ સામે તેમનું વર્ણન કરે છે, અને જેનો અમલ તેને પાછળ કરી દેશે તો તેનો નસબ (ખાનદાન) તેને આગળ લઈ જઈ નહીં શકે».આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
عن أبي هريرة رضي الله عنه قال: سمعت رسول الله صلى الله عليه وسلم يقول: «وَاللهِ إني لأَسْتَغْفِرُ اللهَ وأَتُوبُ إليهِ في اليومِ أَكْثَرَ من سَبْعِينَ مَرَّةً».رواه البخاري
અગર્ર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, અને તેઓ આપ ﷺના સહાબાઓ માંથી હતા, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર ﷺએ કહ્યું: «હે લોકો ! તમે અલ્લાહ સામે તૌબા કરો એટલા માટે કે હું દરરોજ સો કરતા પણ વધારે વખત તૌબા કરું છું».આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે તેઓએ કહ્યું: નબી ﷺ પોતાના સર્વશક્તિમાન અને મહાન અલ્લાહ તઆલાથી રિવાયત કરતાં કહે છે: «એક બંદાએ ગુનોહ કર્યો પછી કહે છે: હે અલ્લાહ તું મારા ગુનાહ માફ કરી દે, તો અલ્લાહ તઆલા કહે છે: મારા બંદાએ ગુનોહ કર્યો અને તે જાણે છે કે તેનો એક પાલનહાર છે, જે તેના ગુનાહ માફ કરે છે, અને તે ગુનાહ પર પકડ પણ કરી શકે છે, અને પછી પાછો ગુનાહ પણ કરે છે, પછી કહે છે: હે મારા પાલનહાર ! મારા ગુનાહ માફ કરી દે, તો અલ્લાહ તઆલા કહે છે: મારા બંદાએ ગુનોહ કર્યો અને તે જાણે છે કે તેનો એક પાલનહાર છે, જે તેના ગુનાહ માફ કરે છે, અને તે ગુનાહ પર પકડ પણ કરી શકે છે, અને પછી પાછો ગુનાહ પણ કરે છે, પછી પાછો કહે છે, હે મારા પાલનહાર ! મારા ગુનાહ માફ કરી દે,તો અલ્લાહ તઆલા કહે છે: મારા બંદાએ ગુનોહ કર્યો અને તે જાણે છે કે તેનો એક પાલનહાર છે, જે તેના ગુનાહ માફ કરે છે, અને તે ગુનાહ પર પકડ પણ કરી શકે છે , મેં મારા બંદાને માફ કરી દીધો, તે જે ઈચ્છે, તે કરે».મુત્તફકુન્ અલયહિ
عن أبي أمامة رضي الله عنه أن النبي صلى الله عليه وسلم كَانَ إذا رَفَعَ مَائِدَتَهُ، قال: «الحَمْدُ للهِ حَمْدًا كَثِيرًا طَيِّبًا مُبَارَكًا فِيهِ، غَيْرَ مَكْفِيٍّ، وَلَا مُوَدَّعٍ، وَلَا مُسْتَغْنًى عَنْهُ رَبَّنَا».رواه البخاري
عن أبي هريرة رضي الله عنه أن النبي صلى الله عليه وسلم قال: «لا يُلْدَغُ المؤمنُ من جُحْرٍ واحد مرتين».متفق عليه
જરીર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જેને નરમીથી વચિંત કરી દેવામાં આવ્યો, તો તેને દરેક ભલાઈથી વચિંત કરી દેવામાં આવ્યો».આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
عن أنس رضي الله عنه قَالَ: كُنْتُ أمشي مَعَ رسول الله صلى الله عليه وسلم وَعَلَيْهِ بُرْد نَجْرَانيٌّ غَلِيظُ الحَاشِيَةِ، فأدْرَكَهُ أعْرَابِي فَجَبذَهُ بِرِدَائِهِ جَبْذَة شَديدة، فَنَظَرْتُ إِلَى صَفْحَةِ عَاتِقِ النَّبيِّ صلى الله عليه وسلم وَقَدْ أثَّرَتْ بِهَا حَاشِيَة الرِّدَاءِ مِنْ شِدَّةِ جَبْذَتِه، ثُمَّ قَالَ: يَا مُحَمَّدُ، مُر لِي مِنْ مَالِ اللهِ الَّذِي عِنْدَكَ. فَالتَفَتَ إِلَيْهِ، فَضَحِكَ ثُمَّ أَمَرَ لَهُ بِعَطَاءٍ.متفق عليه
અનસ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «આદમની સંતાન પાસે જો બે વાદી (ખીણ) ભરીને સોનું હશે, તો તે ત્રીજી વાદીની ઈચ્છા કરશે, અને તેના પેટને માટી સિવાય કોઈ વસ્તુ ભરી શકતી નથી અને અલ્લાહ તૌબા કબુલ કરનારની તૌબા કબૂલ કરે છે».મુત્તફકુન્ અલયહિ
عن أبي هريرة رضي الله عنه قال: ما عاب رسول الله صلى الله عليه وسلم طعاما قط، إن اشتهاه أكله، وإن كرهه تركه.متفق عليه
ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે: નબી ﷺ મુસીબતના સમયે આ દુઆ પઢતા હતા: «"લા ઇલાહ ઇલ્લ્લાહુલ્ અઝીમુલ્ હલીમ, લા ઇલાહ ઇલ્લલ્લાહુ રબ્બુલ્ અર્શિલ્ અઝીમ, લા ઇલાહ ઇલ્લલ્લાહુ રબ્બુસ્ સમાવાતિ વ રબ્બુલ્ અર્ઝ વ રબ્બુલ્ અર્શિલ્ કરીમ" અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી, તે મહાન છે અને અત્યંત સહનશીલ છે, અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી, જે ભવ્ય અર્શનો પાલનહાર છે, અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી તે જ આકાશો અને જમીનનો પાલનહાર છે, અને પ્રતિષ્ઠિત અર્શનો પણ પાલનહાર છે».મુત્તફકુન્ અલયહિ
અબૂ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર ﷺએ કહ્યું: «તમારા માંથી જ્યારે કોઈને બગાસુ આવે તો તે પોતાના હાથ મોઢા પર મૂકી તેને રોકે, નિઃશંક શૈતાન મોઢામાં દાખલ થાય છે».આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ થી રિવાયત છે કે નબી ﷺ એ કહ્યું: «શું તમે જાણો છો કે ગિબત કોને કહે છે?», સહાબાઓએ કહ્યું: અલ્લાહ અને તેના રસૂલ વધુ જાણે છે, આપ ﷺ એ કહ્યું: «(ગિબત એટલે કે) તમારા ભાઈ વિશે તમે એવી વાત કહો જે તેને પસંદ ન હોય», પૂછવામાં આવ્યું કે જો તે વાત ખરેખર તેની અંદર હોય તો પણ? નબી ﷺ એ કહ્યું: «જે વાત તમે તેના વિશે કહી રહ્યા હોય અને જો તેનામાં એવું જ હોય તો તે જ ગિબત છે અને જો તેનામાં એ પ્રમાણે ન હોય તો પછી બોહતાન (આરોપ) છે».આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
عن ابن عمر رضي الله عنهما مرفوعا: «الظلم ظلمات يوم القيامة». عن جابر رضي الله عنهما مرفوعا: «اتقوا الظلم، فإن الظلم ظلمات يوم القيامة، واتقوا الشُّحَ؛ فإنه أَهْلَكَ من كان قبلكم».حديث ابن عمر -رضي الله عنهما-: متفق عليه. حديث جابر -رضي الله عنه-: رواه مسلم
ખવલહ અન્સારીયા રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેણીએ કહ્યું: મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા: «નિઃશંક કેટલાક લોકો અલ્લાહના માલમાં અવૈદ્ય રીતે ખર્ચ કરે છે, આવા લોકો માટે કયામતના દિવસે જહન્નમ છે».આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «ખોટા અનુમાન કરવાથી બચો; કારણકે અનુમાન ઘણી વખતે જૂઠા પડતા હોય છે, લોકોની ખામીઓ શોધતા ન ફરો, જાસૂસી ન કરો, ઈર્ષ્યા ન કરો, કોઈની પીઠ પાછળ તેની બુરાઈ ન કરો, એકબીજાથી નફરત ન કરશો, દરેક અલ્લાહના બંદાઓ અંદરો અંદર ભાઈભાઈ બનીને રહો».મુત્તફકુન્ અલયહિ
અબ્દુલ્લાહ બિન મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «મુસલમાનને ગાળો આપવી ગુનાહનું કામ છે અને તેમને કતલ કરવું કુફ્ર છે».મુત્તફકુન્ અલયહિ
عن عبد الله بن مسعود رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم : "إذا كنتم ثلاثة فلا يتناجى اثنان دون الآخَر، حتى تختلطوا بالناس؛ من أجل أن ذلك يحُزنه".متفق عليه
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તમારા કરતા નીચલા વર્ગના લોકો તરફ જુવો, તમારા કરતા ઉંચા વર્ગના લોકો તરફ ન જુઓ, આમ કરવાથી શક્ય છે કે તમે અલ્લાહની નેઅમતોને તુચ્છ નહીં સમજો».મુત્તફકુન્ અલયહિ
عن أنس بن مالك رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم : «كلُّ بني آدم خَطَّاءٌ، وخيرُ الخَطَّائِينَ التوابون».رواه الترمذي وابن ماجه والدارمي وأحمد
અબુ ઝર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી ﷺ એ કહ્યું: «કોઈ પણ નેકીના કામને તુચ્છ ન સમજો, ભલેને તમારે પોતાના ભાઈ સાથે હસતા મોઢે મુલાકાત કરો».આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે