Topicમહત્ત્વતાઓ અને અદબો
288 hadiths
288 hadiths
અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આ દુઆ કરતા હતા: «"અલ્લાહુમ્મ અસ્લિહ્ લી દીનીયલ્ લઝી હુવ ઇસ્મતુ અમ્રી, વ અસ્લિહ્ લી દુનીયાયલ્ લતી ફીહા મઆશી, વ અસ્લિહ્ લી આખિરતીલ્ લતી ફીહા મઆદી, વજ્અલ્લિ હયાત ઝિયાદતલ્ લી ફી કુલ્લી ખૈરી, વજ્અલિલ્ મૌત રાહતન્ લી મિન્ કુલ્લી શર્રીન્" હે અલ્લાહ ! તું મારા દીનને સુધારી દે, જે મારા જીવનનું મૂળ છે, તું મારી દુનિયા પણ સુધારી દે, જેમાં મારી રોજી છે, તું મારી આખિરતને સુધારી દે, જ્યાં મારે પાછા ફરવાનું છે, તું મારા જીવનને દરેક ભલાઈ અને નેકીમાં વધારાનું કારણ બનાવી દે, અને મૃત્યુને દરેક બુરાઈથી બચાવી રાહત માટેનો સ્ત્રોત બનાવી દે».આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
અબૂ મૂસા અશઅરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આ શબ્દો દ્વારા અલ્લાહથી દુઆ કરતા હતા: «"રબ્બિગ્ફિર્લી ખતિ અતી, વજહ્લી, વઇસ્રાફી ફી અમ્રી કુલ્લિહિ, વમા અન્ત અઅલમુ બિહિ મિન્ની, અલ્લાહુમ્મગ્ફિર્લી ખતાયાય, વઅમ્દી વજહ્લી વહઝ્લી, વકુલ્લુ ઝાલિક ઇન્દી, અલ્લાહુમ્મગ્ફિર્લી, મા કદ્દમ્તુ વમા અખ્ખર્તુ, વમા અસ્રર્તુ, વમા અ-અલન્તુ, અન્તલ્ મુકદ્દિમુ વઅન્તલ્ મુઅખ્ખિર, વઅન્ત અલા કુલ્લિ શૈઇન્ કદીર" હે અલ્લાહ ! મારી ભૂલો, મારી અજ્ઞાનતા અને મારી બાબતે મેં કરેલ અતિરેક અને તે દરેક વાતો, જેને તું મારા કરતાં વધુ જાણે છે, તેને માફ કરી દે, હે અલ્લાહ ! જે કાર્ય મેં ખૂબ જ ગંભીરતાથી કર્યું અને જે મજાક મજાકમાં કર્યું હોય, જે જાણી જોઈને અને જે અજાણતામાં થઈ ગઈ હોય, તે દરેકને તું માફ કરી દે, અને આ દરેક મારાથી થઈ છે, (હું એનો એકરાર કરું છું), હે અલ્લાહ ! તું મારા આગળના અને પાછળના અને જે મેં છૂપી રીતે કર્યા હોય કે જાહેરમાં અને તું મારા કરતાં વધુ જાણે છે, મારા દરેક ગુનાહને માફ કરી દે, તું જ આગળ કરવાવાળો છે અને તું જ પાછળ કરવાવાળો છે અને તું જ દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે».મુત્તફકુન્ અલયહિ
અબ્દુલ્લાહ બિન ઉમર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેમણે કહ્યું: મેં આપસલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને સવાર અને સાંજ હમેંશા આ દુઆ પઢતા જોયા છે, ક્યારેય આ દુઆ પઢવાનું નહતા છોડતા.«"અલ્લાહમ્મ ઇન્ની અસ્અલુકલ્ આફિયહ ફિદ્ દુનિયા વલ્ આખિરતિ, અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલુકલ્ અફવ વલ્ આફિયહ ફી દીની વ દુનિયાય વઅહ્લી વ માલી, અલ્લાહુમ્મસ્ તુર અવરતી -અથવા: અવરાતી, વઆમિન રવઆતી, અલ્લાહુમ્મહ્ફઝ્ની મિમ્ બય્ની યદય્ય, વમિન ખલ્ફી, વઅન યમાની, વઅન શિમાલી, વમિન ફવકી, વઅઊઝુબિ અઝ્મતિક અન્ ઉગ્તાલ્ મિન તહ્તી", હે અલ્લાહ ! હું તારી પાસે દુનિયા અને આખિરતમાં આફીયતનો સવાલ કરું છું, હે અલ્લાહ ! મારા દીન, મારી દુનિયા, મારા ઘરવાળાઓ અને મારા માલ પ્રત્યે માફી અને આફીયતનો સવાલ કરું છું, હે અલ્લાહ ! તું મારી પરદા વાળી જગ્યા પર પરદો કરી દે, અથવા ગુનાહ ઢાંકી દે, અને મારા ભયને તું શાંતિમાં બદલી દે, હે અલ્લાહ ! તું મારી સુરક્ષા કર, મારી સામેથી, મારી પાછળથી, મારી જમણી બાજુથી, મારી ડાબી બાજુથી, મારી ઉપરથી, અને એ વાતથી હું તારી ભવ્ય મહાનતાના શરણમાં આવું છું કે હું નીચેથી બરબાદ થઈ જઉં».આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ ઈમામ નસાઈ રહિમહુલ્લાહ અને ઈમામ ઈબ્ને ઈબ્ને માજહ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી ﷺએ કહ્યું: «અલ્લાહ પાસે શક્તિશાળી મોમિન કમજોર મોમિન કરતા શ્રેષ્ઠ અને પ્રિય છે, હા, ભલાઈ તો બંને લોકોમાં છે, જે વસ્તુ તમારા માટે ફાયદાકારક હોય, તેની મનેચ્છા રાખો, અલ્લાહ પાસે મદદ માંગો અને નાસીપાસ ન થશો, જો તમારા પર કોઈ મુસીબત આવી જાય તો આવા શબ્દો ન કહો કે જો હું આમ કરતો તો આમ થઈ જતું, પરંતુ આ પ્રમાણેના શબ્દો કહો કે આતો અલ્લાહની તકદીર છે અને તે જે ઈચ્છે છે, તે જ થાય છે, કારણકે 'જો શબ્દ' શૈતાનની દખલગીરીનો દ્વાર ખોલી નાખે છે».આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
શદ્દાદ બિન ઔસ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺએ કહ્યું: «સય્યદુલ્ ઇસ્તિગફાર કે તમે કહો: "અલ્લાહુમ્મ અન્ત રબ્બી લા ઇલાહ ઇલ્લા અન્ત, ખલકતની વ અન અબ્દુક, વ અન અલા અહ્દિક વવઅદિક મસ્તતઅતુ, અઊઝૂબિક મિન્ શર્રિ મા સનઅતુ, અબૂઉ લક બિનિઅમતિક અલય્ય, વઅબૂઉ લક બિઝન્બી ફગ્ફિલી, ફઇન્નહુ, લા યગ્ફિરુઝ્ ઝુનૂબ્ ઇલ્લા અન્ત" (અર્થ : હે અલ્લાહ ! તું મારો પાલનહાર છે, તારા સિવાય કોઈ સાચો ઇબાદતને લાયક નથી, તે મને પેદા કર્યો અને હું તારો બંદો છું, અને હું મારી તાકાત પ્રમાણે તારા વચન પર કાયમ છું, મેં કરેલા ગુનાહથી તારી પનાહ માગું છું, મારા પર તે કરેલી નેઅમતોનો એકરાર કરું છું, અને હું તારી સમક્ષ મારા ગુનાહનો એકરાર કરું છું, તું મને માફ કરી દે, એટલા માટે કે તારા સિવાય કોઈ ગુનાહ માફ નથી કરી શકતું), નબી ﷺ એ કહ્યું: «જે વ્યક્તિ યકીન સાથે સવારે આ દુઆ પઢશે, અને સાંજ થતા પહેલ તેનું મૃત્યુ થઈ જશે તો તે જન્નતી લોકો માંથી ગણાશે, અને જે રાત્રે યકીન સાથે આ દુઆ પઢશે અને સવાર થતા પહેલા પહેલા તેનું મૃત્યુ થઈ જશે તો તે જન્નતી લોકો માંથી હશે».આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
અબ્દુલ્લાહ બિન મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «સાચું બોલો, એટલા માટે કે સચ્ચાઈ તમને નેકી તરફ માર્ગદર્શન આપે છે, અને નેકી તમને જન્નત તરફ લઈ જશે, માનવી હંમેશા સાચું બોલતો રહે છે, અને હમેંશા સાચું બોલવાનો જ ઇરાદો રાખતો હોય છે, તો તેના પરિણામે સર્વશ્રેષ્ઠ અલ્લાહ પાસે તેને સિદ્દીક (ખૂબ સાચો) લખી દેવામાં આવે છે, એવી જ રીતે જૂઠ બોલવાથી સંપૂર્ણ રીતે બચો; કારણકે જૂઠ ગુનાહ (પાપ) તરફ માર્ગદર્શન આપે છે, અને પાપ તમને જહન્નમ તરફ લઈ જશે, માનવી હંમેશા જૂઠ બોલતો રહે છે, અને હંમેશા જૂઠ બોલવાનો જ ઇરાદો રાખે છે, તો તેના પરિણામે સર્વશ્રેષ્ઠ અલ્લાહ પાસે તેને કઝ્ઝાબ (ખૂબ જુઠ્ઠો) લખી દેવામાં આવે છે».મુત્તફકુન્ અલયહિ
અબ્દુલ્લાહ બિન સલામ રઝી અલ્લાહુ અનહુ રિવાયત કરે છે તેમણે કહ્યું: જ્યારે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મદીના આવ્યા, તો લોકો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમતરફ (આપનું સ્વાગત કરવા) દોડીને આવ્યા, અને દરેક જગ્યાએ એક જ ચર્ચા હતી કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આવી ચૂક્યા છે, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આવી ચૂક્યા છે, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આવી ગયા છે, આ વાક્ય તેમણે ત્રણ વખત કહ્યું, અને હું જોવા માટે લોકોની ભીડમાં આવ્યો, અને જ્યારે ધ્યાનથી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો ચહેરો જોયો, તો મને યકીન થઈ ગઈ કે આ કોઈ જુઠા વ્યક્તિનો ચહેરો નથી, અને પહેલી વાત જે મેં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહેતા સાંભળી, તે આ હતી: «હે લોકો ! સલામ ફેલાવો, ખાવાનું ખવડાવો, સિલા રહેમી કરો (સંબંધ જોડો), રાત્રે જ્યારે લોકો સૂઈ રહ્યા હોય ત્યારે નમાઝ પઢો, (આ કાર્યો કરવાથી) તમે જન્નતમાં સલામતી સાથે દાખલ થઈ જશો».આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહ અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે