Hadith for the World
Topic

મહત્ત્વતાઓ અને અદબો

288 hadiths

288 hadiths

عن أنسٍ رضي الله عنه : أنّهُ مَرَّ على صِبْيَانِ، فَسَلَّمَ عليهم، وقالَ: كانَ النبيُّ صلى الله عليه وسلم يَفعلُهُ.متفق عليه
عن أبي هريرة رضي الله عنه مرفوعاً: «من عُرِضَ عليه رَيْحَانٌ فلا يرده، فإنه خفيف الْمَحْمِلِ، طيب الريح».رواه مسلم
જાબિર બિન અબ્દુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «જુલમ કરવાથી બચો, કારણકે જુલમ કયામતના દિવસે અંધકારનું કારણ હશે, કંજુસાઈથી બચો, કારણકે કંજુસાઈના કારણે તમારા પહેલાના લોકો નષ્ટ થઈ ગયા, કંજુસાઈએ તેમને તે વાત પર ઉભાર્યા કે તેઓ અંદરો અંદર ખૂનામરકી કરે, અને જે વસ્તુઓને હરામ કરવામાં આવી છે તેને હલાલ કરે».આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું કે નબી ﷺ એ કહ્યું: «સૌથી સંપૂર્ણ ઈમાનવાળો વ્યક્તિ તે છે, જે અખલાકમાં (ચરિત્ર) સૌથી શ્રેષ્ઠ હોય, અને તમારા માંથી સૌથી ઉત્તમ વ્યક્તિ તે છે, જે પોતાની સ્ત્રીઓના હકમાં (અધિકારો પૂરા પાડવામાં) સૌથી ઉત્તમ હોય».આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ રિવાયત કરી છે અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે
નબી ﷺ ની પત્ની આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે કે નબી ﷺ કહ્યું: «વિનમ્રતા જે વસ્તુમાં પણ હોય, તે તેને સુંદર બનાવી દે છે, અને જે વસ્તુઓ માંથી તેને કાઢી લેવામાં આવે તો તે તેને કદરૂપુ કરી દે છે».આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી ﷺ એ કહ્યું: «નિઃશંક અલ્લાહ તે બંદાની વાત પર ખુશ થાય છે કે જ્યારે કોઈ બંદો કંઈ ખાઈ તો તેના પર અલ્લાહની પ્રસંશા કરે અને કંઈ પીવે તો પણ અલ્લાહની પ્રશંસા કરે».આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેઓ કહે છે કે મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા: «મોમિન પોતાના સારા વ્યવહારના કારણે રોજેદાર અને રાત્રે કિયામ કરનાર (અર્થાત્ તહજ્જુદ પઢનાર) નો દરજ્જો પ્રાપ્ત કરી લે છે».આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે
અબ્દુલ્લાહ બિન અમ્ર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી ﷺ ન તો અશ્લીલ હતા અને ન તો ખરાબ વાતો કરતાં હતાં ન તો ખરાબ કાર્યો કરતાં હતા, પરંતુ નબી ﷺ કહેતા હતા: «તમારા માંથી સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ તે છે, જેના અખ્લાક (ચરિત્ર) સૌથી સારા હોય».મુત્તફકુન્ અલયહિ
અબ્દુલ્લાહ બિન ઉમર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેઓ કહે છે: એક વ્યક્તિએ નબી ﷺ ને સવાલ કર્યો કે કયો ઇસ્લામ સૌથી શ્રેષ્ઠ છે? તો નબી ﷺ એ કહ્યું: «તમે ખાવાનું ખવડાવો અને જેને તમે જાણતા હોય તેને પણ અથવા જેને ન જાણતા ન હોય તેને પણ સલામ કરો».મુત્તફકુન્ અલયહિ
અબૂ મુસા રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી ﷺ એ કહ્યું: «નિઃશંક અલ્લાહ તઆલા જાલિમને મહેતલ આપે છે, પરંતુ જ્યારે તેને પકડે છે, તો પછી છોડતો નથી», પછી નબી ﷺ એ આ આયત પઢી: {અને જ્યારે તમારો પાલનહાર કોઈ જાલિમ વસ્તીની પકડ કરે છે તો તેની પકડ આ પ્રમાણે જ હોય છે, ખરેખર તેની પકડ દુ:ખદાયી અને ખૂબ જ સખત હોય છે} [હૂદ: ૧૦૨]»મુત્તફકુન્ અલયહિ
અબ્દુલ્લાહ બિન અમ્ર બિન્ આસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તે વ્યક્તિ સફળ થઈ ગયો, જે ઇસ્લામ લઈ આવ્યો, તેને જરૂરત પ્રમાણે રોજી મળી ગઈ અને અલ્લાહએ તેને જે કંઈ આપ્યું છે, તેના પર તે સંતુષ્ટ થઈ ગયો».આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
ઉસામહ બિન ઝૈદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «મેં મારા ગયા પછી કોઈ એવો ફિતનો નથી છોડ્યો, જે પુરુષો માટે સ્ત્રીઓ કરતા વધારે નુકસાનકારક હોય».મુત્તફકુન્ અલયહિ
ઉબૈદુલ્લાહ બિન મિહ્સન અલ્ અન્સારી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તમારા માંથી જે વ્યક્તિ નીડરતાની સ્થિતિમાં સવાર કરે, શારીરિક રીતે સલામત હોય તેમજ એક દિવસનું અન્ન તેની પાસે હોય તો જાણે કે તેના માટે આખી દુનિયા ભેગી કરી દેવામાં આવી છે».આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ અને ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «આસાની પેદા કરો અને સખતીમાં ન નાખો, ખુશખબર આપો, નફરત ન ફેલાવો».મુત્તફકુન્ અલયહિ
ઝૈદ બિન્ અરકમ રઝી અલ્લાહુ અન્હુ વર્ણન કરે, તેમણે કહ્યું: હું તમને એવા શબ્દો કહું છું, જે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કહેતા હતા: «"અલ્લાહુમ્મ ઇન્ની અઊઝુ બિક મિનલ્ અજ્ઝિ વલ્ કસલિ, વલ્ જુબ્નિ વલ્ બુખ્લિ, વલ્ હરમિ વ અઝાબિલ્ કબ્રિ, અલ્લહુમ્મ આતિ નફ્સી તકવાહા, વ ઝક્કિહા અન્ત ખય્રુ મન્ ઝક્કાહા, અન્ત વલિય્યુહા વ મવ્લાહા, અલ્લાહુમ્મ ઇન્ની અઊઝુ બિક મિન્ ઇલ્મિન્ લા યન્ફઅ, વ મિન્ કલ્બિન્ લા યખ્શઅ, વ મિન્ નફસિન્ લા તશ્બઅ, વ મિન્ દઅવતિન્ લા યુસ્તજાબુ લહા" (અર્થ: હે અલ્લાહ! હું તારી પાસે લાચારી, આળસ, કાયરતા અને વૃદ્ધાવસ્થા (એવી વૃદ્ધાવસ્થાથી કે જેમાં બુદ્ધિ જતી રહે છે અને ઇબાદત કરવી શક્ય ન હોય) અને કંજુસાઈથી અને કબરના અઝાબ પનાહ માંગું છું, હે અલ્લાહ! તું મારા નફ્સને તકવો આપ અને તેને પવિત્ર કરી દે, અને તું સૌથી શ્રેષ્ઠ પાક કરવાવાળો અને તું જ તેની દેખરેખ કરનાર અને માલિક છે, હે અલ્લાહ! હું એવા ઈલ્મથી જે કોઈ ફાયદો ન પહોંચાડે, એવા દિલથી જેમાં તારો ડર ન હોય, એવા નફસથી જે સંતુષ્ટ ન પામે એવી દુઆથી જે કબૂલ કરવામાં ન આવે, એનાથી પનાહ માંગું છું)».આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
عن أنس رضي الله عنه أن رسول الله صلى الله عليه وسلم كان إذا أوى إلى فراشه، قال: «الحمد لله الذي أطعمنا وسقانا، وكفانا وآوانَا، فَكَمْ مِمَّنْ لا كَافِيَ له وَلاَ مُؤْوِيَ».رواه مسلم
عن أبي هريرة-رضي الله عنه مرفوعاً: «اللهم إني أعوذ بك من الجوع، فإنه بِئْسَ الضَّجِيعُ،وأعوذُ بِكَ منَ الخِيَانَةِ، فَإنَّهَا بِئْسَتِ البِطَانَةُ».رواه أبو داود والنسائي وابن ماجه
عن أبي هريرة رضي الله عنه مرفوعًا: «بينما رجل يمشي في حُلَّةٍ تُعْجِبُهُ نَفْسُهُ، مُرَجِّلٌ رأسه، يَخْتَالُ في مَشْيَتهِ، إذ خَسَفَ اللهُ به، فهو يَتَجَلْجَلُ في الأرض إلى يوم القيامة".متفق عليه
عن أنس بن مالك رضي الله عنه قال: كان رسول الله صلى الله عليه وسلم يقول: «اللهم إني أعوذ بك من العَجْزِ، والكَسَلِ، وَالجُبْنِ، والهَرَمِ، والبخل، وأعوذ بك من عذاب القبر، وأعوذ بك من فتنة المحيا والممات». وفي رواية: «وَضَلَعِ الدَّيْنِ، وَغَلَبَةِ الرِّجَالِ».متفق عليه. والرواية الثانية رواها البخاري دون مسلم
અલી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: મને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તમે કહો: "અલ્લાહુમ્મહ્ દિની વસદ્દિદની" હે અલ્લાહ! મને હિદાયત આપ અને મને સત્ય માર્ગ બતાવ, અને હે અલી ! હિદાયત માંગતી વખતે સાચો માર્ગ દિમાગમાં રાખો, અને સત્ય માર્ગ વિચાર કરતી વખતે તદ્દન તીરની જેમ સાચો માર્ગ દિમાગમાં હોવો જોઈએ».આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
ખવ્લહ બિન્તે હકીમ અસ્ સુલમી રઝી અલ્લાહુ અન્હા કહે છે કે મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા: «જે વ્યક્તિ કોઈ જગ્યા પર રોકાણ કરે અને આ દુઆ પઢે: "અઊઝુબિકલિમાતિલ્લાહિત્ તામ્માતિ મિન્ શર્રિ મા ખલક" (અર્થ: હું અલ્લાહના સર્જનના ડરથી અલ્લાહ તઆલાના સંપૂર્ણ કલિમાના શરણમાં આવું છું.) તો તે જ્યાં સુધી ત્યાં રોકાશે, તેને કોઈ વસ્તુ નુકસાન નહીં પહોંચાડી શકે».આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
અનસ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી ﷺ એ કહ્યું: «કોઈ વ્યક્તિ ત્યાં સુધી મોમિન નથી બની શકતો જ્યાં સુધી હું તેની નજીક તેના પિતા, તેની સંતાન અને અન્ય લોકો કરતા વધારે પ્રિય ન બની જાઉં».મુત્તફકુન્ અલયહિ
عن أبي هريرة رضي الله عنه مرفوعاً: «إذا أوى أحدكم إلى فراشه فَليَنْفُضْ فِرَاشَهُ بِدَاخِلَةِ إزَارِهِ فإنَّهُ لا يدري ما خلفه عليه، ثم يقول: باسمك ربي وضعت جنبي، وبك أرفعه، إن أمسكت نفسي فارحمها، وإن أرسلتها، فاحفظها بما تحفظ به عبادك الصالحين».متفق عليه
عن أبي هريرة رضي الله عنه مرفوعاً: «تعوذوا بالله من جَهْدِ البلاء، وَدَرَكِ الشقاء، وسوء القضاء، وشماتة الأعداء». وفي رواية قال سفيان: أشك أني زدت واحدة منها.متفق عليه