Hadith for the World

All hadiths

The complete card collection, filter by chapter

655 hadiths

عن عمرو بن شعيب، عن أبيه، عن جده قال: قال رسول الله صلى الله عليه وسلم : «يَدُ المسلمين على مَن سِواهم، تَتَكافَأُ دِماؤهم وأموالُهم، ويُجِيرُ على المسلمين أدْناهم، ويَرُدُّ على المسلمين أَقْصَاهم».رواه أبو داود وابن ماجه وأحمد
عن عائشة رضي الله عنها : أنّ قومًا قالوا: يا رسول الله إنّ قومًا يأتوننا باللحم لا نَدري أَذَكروا اسمَ الله عليه أم لا، فقال رسول الله صلى الله عليه وسلم : «سَمُّوا الله عليه وكُلُوه».رواه البخاري
عن أبي هريرة رضي الله عنه أن رسول الله صلى الله عليه وسلم قال: «إن لله تِسْعَةً، وتِسْعِينَ، اسْمًا، مِائَةً إلا واحدا مَنْ أَحْصَاهَا دخل الجنة».متفق عليه
અબ્દુલ્લાહ બિન અમ્ર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેઓ કહે છે: નબી ﷺ એ કહ્યું: «ઇસ્લામના પાંચ (સ્તંભો) છે: સાક્ષી આપવી કે અલ્લાહ સિવાય કોઈ ઈબાદતને લાયક નથી અને મોહમ્મદ ﷺ અલ્લાહના રસૂલ છે, નમાઝ કાયમ કરવી, ઝકાત આપવી, બૈતુલ્લાહનો હજ કરવી, રમઝાન મહિનાના રોઝા રાખવા».મુત્તફકુન્ અલયહિ
અબૂ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત છે, તેઓ કહે છે કે મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા: «‌તમારા માંથી કોઈ વ્યક્તિ બુરાઈ થતી જુએ તો તે તેને પોતાના હાથ વડે રોકે, જો હાથ વડે રોકવાની શક્તિ ન હોય તો પોતાની જબાન વડે તે બુરાઈને રોકે, અને જો તે તેની પણ શક્તિ ન ધરાવતો હોય તો તે બુરાઈને પોતાના દિલમાં ખરાબ સમજે, આ ઈમાનનો સૌથી કમજોર દરજ્જો છે».આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
અબૂ માલિક હારિષ બિન અશ્અરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે: નબી ﷺ એ કહ્યું: «સ્વચ્છતા ઈમાનનો એક ભાગ છે, અલ્ હમ્દુ લિલ્લાહ કહેવું તે ત્રાજવાને ભરી દે છે, અને સુબ્હાનલ્લાહ અને અલ્ હમ્દુ લિલ્લાહ, તે બંને અથવા તે બંને માંથી એક આકાશ અને જમીન વચ્ચેની ખાલી જગ્યાને ભરી દે છે, અને નમાઝ નૂર છે, સદકો કરવો એક પુરાવો છે, સબર કરવી તે એક પ્રકારનો પ્રકાશ છે, અને કુરઆન પણ તમારા હકમાં અથવા તમારા વિરુદ્ધ એક દલીલ છે, દરેક વ્યક્તિ જે સવાર કરે છે, તો (તે કેટલાક કાર્યોના બદલામાં) પોતાના નફસને વેચીને પોતાને (જહન્નમથી) આઝાદ કરવા વાળો હોય છે અથવા તેને નષ્ટ કરવા વાળો હોય છે».આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
મુઆઝ બિન જબલ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: હું આપ ﷺ સાથે ગધેડા પર પાછળ સવારી કરી રહ્યો હતો, આપ ﷺ એ કહ્યું: «હે મઆઝ શું તમે જાણો છો કે અલ્લાહનો હક તેના બંદાઓ પર શું છે? અને બંદાઓના હક અલ્લાહ પર શુ છે?» મેં કહ્યું: અલ્લાહ અને તેના રસૂલ વધુ જાણે છે, આપ ﷺ એ કહ્યું: «નિઃશંક બંદાઓ પર અલ્લાહનો હક એ છે કે તેઓ (ફક્ત) તેની જ બંદગી કરે અને તેની સાથે બીજા કોઈને ભાગીદાર ન ઠહેરાવે અને અલ્લાહ પર બંદાઓનો હક એ છે કે તેં પોતાના તે બંદાને અઝાબ ન આપે, જે તેની સાથે બીજા કોઈને ભાગીદાર ન ઠહેરાવે», મેં કહ્યું: કે હે અલ્લાહ ના રસૂલ ! શું હું લોકોને આ ખુશખબરી ન આપી દઉં? આપ ﷺ એ કહ્યું: «તમે તેમને ખુશખબરી ન આપો, ફરી તેઓ ફક્ત ઈમાન પર જ ભરોસો કરી લેશે».મુત્તફકુન્ અલયહિ
જાબિર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: એક ગામડિયો આપ ﷺ પાસે આવ્યો અને કહ્યું: હે અલ્લાહના રસૂલ ! વાજિબ (ફરજિયાત) થવા વાળી બે વસ્તુઓ કઈ છે, તે કઈ છે? આપ ﷺ એ કહ્યું: «જે વ્યક્તિ એવી સ્થિતિમાં મૃત્યુ પામે કે તે અલ્લાહ સાથે કોઈને શરીક નથી ઠહેરાવતો, તે જન્નતમાં જશે અને જે એ સ્થિતિમાં મૃત્યુ પામ્યો કે તે અલ્લાહ સાથે કોઈને શરીક કરતો હતો, તો તે જહન્નમમાં જશે».આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેઓ કહે છે: મેં કહ્યું: હે અલ્લાહના રસૂલ ! જુદઆનનો પુત્ર અજ્ઞાનતાના સમયે સંબંધ જોડતો હતો (સગા વહાલા સાથે સારો વ્યવહાર કરતો હતો), ગરીબોને ખાવાનું ખવડાવતો હતો, શું આ કાર્ય તેને કોઈ ફાયદો પહોંચાડશે? નબી ﷺ એ કહ્યું: «તેને કોઈ ફાયદો નહીં પહોંચે, કારણકે તેણે કોઈ દિવસ એવું નથી કહ્યું: હે મારા પાલનહાર ! કયામતના દિવસે મારા ગુનાહો માફ કરી દે».આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
સુફયાન બિન અબ્દુલ્લાહ અષ શકફી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે: મેં કહ્યું: હે અલ્લાહના રસૂલ ! મને ઇસ્લામ વિશે એવી વાત જણાવો કે આજ પછી કોઈને સવાલ કરવાની જરૂર ન પડે, નબી ﷺ એ કહ્યું: «કહો: હું અલ્લાહ પર ઈમાન લાવ્યો, અને પછી તેના પર અડગ રહો».આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહ અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત છે કરે છે કે નબી ﷺ એ કહ્યું: «કયામત ત્યાં સુધી નહીં આવે જ્યાં સુધી સૂર્ય પશ્ચિમ દિશા માંથી ન નીકળે, જ્યારે સૂર્ય પશ્ચિમ દિશા માંથી નીકળશે તો દરેક લોકો જોશે અને દરેક લોકો તરત જ ઈમાન લઈ આવશે, અને આ જ તે સમય હશે જ્યારે: {કોઇ એવા વ્યક્તિનું ઈમાન લાભ નહીં પહોંચાડી શકે, જે પહેલાથી ઈમાન નથી ધરાવતો, અથવા તો તેણે પોતાના ઈમાન લાવ્યા પછી કોઇ સત્કાર્ય ન કર્યું હોય} [ સૂરે અન્આમ: ૧૫૮] કયામત આવી જશે, હજુ તો બે વ્યક્તિએ પોતાનો કપડાંનો સોદો પૂરો પણ નહીં કર્યો હોય અને તેઓએ કપડું પણ નહીં લપેટયું હોય કે (એટલા માંજ કયામત કાયમ થઈ જશે) અને કયામત એવી સ્થિતિમાં કાયમ થશે કે એક વ્યક્તિ પોતાની ઊંટણીનું દૂધ લઈને આવી રહ્યો હતો અને તે તે દૂધને પી પણ નહીં શકે, એવી જ રીતે કયામત એવી સ્થિતિમાં કાયમ થશે કે એક વ્યક્તિ પોતાનો હોઝ તૈયાર કરી રહ્યો હશે અને તે તેમાંથી પાણીનો વપરાશ પણ નહીં કરી શકે અને કયામત એવી સ્થિતિમાં કાયમ થઈ જશે કે એક વ્યક્તિએ ખાવા માટે એક લુકમો ઉઠાવ્યો હશે પરંતુ તે તેને ખાઈ નહીં શકે».મુત્તફકુન્ અલયહિ
અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ થી રિવાયત છે કે નબી ﷺ એ કહ્યું: «તમારી (દુનિયાની આગ) જહન્નમની આગનો સિત્તેરમો ભાગ છે», કોઈએ પૂછ્યું, હે અલ્લાહના રસૂલ ! (કાફિર અને મુશરિકોને સજા આપવા માટે) આ અમારી દુનિયાની આગ પણ પૂરતી હતી, આપ ﷺ એ કહ્યું: «તે આગ તેના પર અગણોસિત્તેર (૬૯) ભાગ વધારે કરી દેવામાં આવી છે, અને તેનો દરેક ભાગ દુનિયાની આગ બરાબર છે».મુત્તફકુન્ અલયહિ
અબ્દુલ્લાહ ઈબ્ને અમ્ર બિન આસ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા: «અલ્લાહ તઆલા એ સર્જનની તકદીરને આકાશો અને જમીનનું સર્જન કરતા હજાર વર્ષ પહેલા લખી દીધી છે, અને ત્યારે અલ્લાહનું અર્શ પાણી પર હતું».આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હું રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «જે વ્યક્તિ મારા તરફથી જાણી જોઈને જુઠ્ઠું બોલે તો તે વ્યક્તિ પોતાનું ઠેકાણું જહન્નમ બનાવી લે»મુત્તફકુન્ અલયહિ
અબ્દુલ્લાહ બિન અમ્ર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી ﷺ એ કહ્યું: «કુરઆન પઢવાવાળાને કહેવામાં આવશે: પઢતા જાઓ અને આગળ વધતા જાઓ અને સારી રીતે રુકી રુકીને તિલાવત કરો, જેવું કે તમે દુનિયામાં સારી રીતે રુકી રુકીને પઢતા હતા, તમારી છેલ્લી મંજિલ તે રહેશે, જ્યાં તમે કુરઆન મજીદની છેલ્લી આયત પઢીને રૂકશો».આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ અને ઈમામ ઈબ્ને નસાઈ રહિમહુલ્લાહએ કુબ્રામાં રિવાયત કરી છે અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
ઉબૈ બિન કઅબ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી ﷺએ કહ્યું: «હે અબૂ મુનઝિર, કુરઆન મજીદ માંથી તમારા મતે કંઈ આયત સૌથી મહાન છે?» મેં કહ્યું: અલ્લાહ અને તેના રસૂલ વધારે જાણે છે, આપ ﷺ એ કહ્યું: «હે અબૂ મુનઝિર, કુરઆન મજીદ માંથી તમારા મતે કંઈ આયત સૌથી મોટી છે? મેં કહ્યું કે: {اللهُ لا إِلَهَ إِلا هُوَ الْحَيُّ الْقَيُّومُ} [સૂરે બકરહ: ૨૫૫], આપ ﷺ એ મારી છાતી પર એક હાથ માર્યો (શાબાશી આપવા માટે) અને કહ્યું: «અલ્લાહની કાસમ ! હે અબુ મુનઝિર ! તમને ઇલ્મ મુબારક».આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
અબ્દુલ્લાહ બિન અમ્ર બિન આસ રઝી અલ્લાહુ અન્હુમા કહે છે કે તેઓએકહ્યું; મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા, નબી ﷺ કહી રહ્યા હતા: «જ્યારે તમે મુઅઝ્ઝિનમેં સાંભળો તો તમે પણ એવું જ કહો, પછી મારા પર દરુદ પઢો, કારણકે જે વ્યક્તિ મારા પર એક વખત દરુદ પઢશે, તો અલ્લાહ તઆલા તેના પર દસ રહેમતો ઉતારે છે, પછી અલ્લાહ પાસે મારા માટે વસીલો માંગો, કારણકે તે જન્નતમાં એક પદ છે, જે અલ્લાહના બંદાઓ માંથી એકને જ મળશે, અને મને આશા છે કે તે મને જ મળશે, જે વ્યક્તિએ મારા માટે વસીલાનો સવાલ કર્યો તેના માટે મારી ભલામણ અનિવાર્ય બની ગઈ».આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «જે કોઈ વ્યક્તિ નમાઝ પઢવાનું ભૂલી જાય તો તેને જ્યારે પણ યાદ આવે તે નમાઝ પઢી લે, (આ સ્થિતિમાં) ફક્ત નમાઝ કઝા કરવાની હોય છે એ સિવાય કંઈ પણ કફ્ફારો આપવાનો હોતો નથી, {નમાઝ યાદ આવવા પર નમાઝ કાયમ કર} [તોહો: ૧૪]»મુત્તફકુન્ અલયહિ
અબૂ કતાદહ અસ્ સલમી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «તમારા માંથી કોઈ મસ્જિદમાં દાખલ થાય તો બેસતા પહેલા તેણે બે રકઅત નફીલ નમાઝ પઢી લેવી જોઈએ».મુત્તફકુન્ અલયહિ
અબૂ હુમૈદ અથવા અબૂ ઉસૈદ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «જ્યારે કોઈ વ્યક્તિ મસ્જિદમાં દાખલ થાય તો તે આ દુઆ પઢે: اللَّهُمَّ افْتَحْ لِي أَبْوَابَ رَحْمَتِكَ, અર્થ: હે અલ્લાહ તું મારા માટે રહેમતના દરવાજા ખોલી નાખ, અને જ્યારે કોઈ નીકળે તો તે આ દુઆ પઢે, اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ مِنْ فَضْلِكَ, અર્થ: હે અલ્લાહ! હું તારી પાસે તારો ફઝલ માંગુ છું».આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
હુઝૈફા રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા: «ખરેખર માનવી, શિર્ક અને કુફ્ર વચ્ચે તફાવત કરનાર: નમાઝને છોડવું છે».આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું કે નબી ﷺ એ કહ્યું: «લોકોમાં સૌથી મોટો ચોર નમાઝનો ચોર છે, જે પોતાની નમાઝમાં ચોરી કરે છે», કહ્યું: કોઈ પોતાની નમાઝમાં કંઈ રીતે ચોરી કરી શકે છે? કહ્યું: તે રુકૂઅ અને સિજદો પૂરેપૂરા નથી કરતો».આ હદીષને ઈમામ ઈબ્ને હિબ્બાન રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
ઈબ્ને અબી અવફા રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે તેઓ કહે છે: નબી ﷺ જ્યારે રુકૂઅ માંથી પોતાની પીઠ ઉઠાવતા તો કહેતા: «સમિઅલ્લાહુ લિમન હમિદહ, અલ્લાહ તઆલાએ સાંભળ્યું, જેણે તેની પ્રશંસા કરી, હે અલ્લાહ ! તારા માટે જ વખાણ છે, આકાશ જેટલુ ભરીને, જમીન જેટલું ભરીને અને તેના સિવાય જે ઈચ્છે, તેના જેટલી અમે પ્રશંસા કરીએ છીએ.આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
ઉષ્માન બિન અબીલ્ આસ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે: તેઓ નબી ﷺ પાસે આવ્યા અને કહ્યું: હે અલ્લાહના રસૂલ ! શૈતાન મારી અને મારી નમાઝની વચ્ચે આવે છે અને મને કુરઆન મજીદને ભુલાવી દે છે, તો નબી ﷺ એ કહ્યું, «તે શેતાન છે, જેનું નામ ખિન્ઝબ છે, જ્યારે તને તે શૈતાનનો અસર થવા લાગે તો તું તેનાથી અલ્લાહની પનાહ માંગ, અને નમાઝમાં ડાબી બાજુ ત્રણ વખત થુકી દે, સહાબીએ કહ્યું મેં આ પ્રમાણે જ કર્યું તો અલ્લાહ તઆલાએ મારાથી તેને દૂર કરી દીધો.આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે