Hadith for the World
ફિકહ અને તેના નિયમો

ઈબાદત વિષેના આદેશો

231 hadiths

231 hadiths

મઅદાન બિન અબી તલ્હા અલ્ યઅમરી રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે કે તેમણે કહ્યું: મેં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ આઝાદ કરેલ ગુલામ ષૌબાન સાથે મુલાકાત કરી, મેં કહ્યું: મને એક એવો અમલ જણાવો કે જેના કારણે અલ્લાહ મને જન્નતમાં દાખલ કરી દે? અથવા મેં કહ્યું: અલ્લાહની નજીક સૌથી પ્રિય અમલ કયો છે, તેઓ ચૂપ રહ્યા, મેં ફરીવાર સવાલ કર્યો, તેઓ ચૂપ રહ્યા, મેં ત્રીજી વખત સવાલ કર્યો તેઓએ કહ્યું: આ વિશે મેં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) ને સવાલ કર્યો તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «અલ્લાહ માટે વધુ પ્રમાણમાં સિજદા કરતા રહો, કારણકે અલ્લાહ તમારા દરેક સિજદાના બદલામાં તમારા દરજ્જા બુલંદ કરે છે અને અલ્લાહ તમારી ભૂલોને મિટાવી દે છે,» મઅદાન રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) એ કહ્યું: ફરી મેં અબૂ દરદાઅ સાથે મુલાકાત કરી, અને તેમને પણ આ વિશે સવાલ કર્યો તો તેઓએ પણ મને ષૌબાને આપેલ જવાબ પ્રમાણે જવાબ આપ્યો.આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
عن أبي هريرة رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم : «إذا قَام أحَدُكُم من الليل، فَاسْتَعْجَمَ القرآن على لِسَانه، فلم يَدْرِ ما يقول، فَلْيَضْطَجِع».رواه مسلم
સહલ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «નિઃશંક જન્નતમાં એક દ્વાર છે, જેને રય્યાન કહેવામાં આવે છે, કયામતના દિવસે તે દ્વાર માંથી ફક્ત રોજદાર જ દાખલ થશે, તેમના સિવાય અન્ય કોઈ પણ દાખલ નહીં થાય કહેવામાં આવશે: ક્યાં છે રોજેદારો, તેઓ ઊભા થશે, તેમના સિવાય અન્ય કોઈ પણ દાખલ નહીં થાય, બસ જ્યારે તેઓ દાખલ થઈ જશે, ત્યાર પછી અન્ય કોઈ પણ દાખલ નહીં થાય».મુત્તફકુન્ અલયહિ
ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ રમઝાનના છેલ્લા દસ દિવસોમાં ખૂબ મહેનત કરતાં હતા, તે પ્રકારની મહેનત બીજા દિવસોમાં નહતા કરતાં.આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
عن ابن مسعود رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم : «لا حَسَدَ إلا في اثنتين: رجل آتاه الله مالا، فسَلَّطَه على هَلَكَتِهِ في الحَقِّ، ورجل آتاه الله حِكْمَة، فهو يقضي بها ويُعَلِّمَها». وعن ابن عمر رضي الله عنهما ، عن النبي صلى الله عليه وسلم قال: «لا حسد إلا في اثنتين: رجل آتاه الله القرآن، فهو يقوم به آناء الليل وآناء النهار، ورجل آتاه الله مالا، فهو ينفقه آناء الليل وآناء النهار».حديث ابن مسعود رضي الله عنه: متفق عليه. حديث ابن عمر رضي الله عنه: متفق عليه
عن أبي هريرة ـ رضي الله عنه ـ قال: قال رسول الله صلى الله عليه وسلم : «لا يَلِجُ النارَ رجُل بَكى من خشية الله حتى يَعود اللَّبنُ في الضَّرْع، ولا يَجتمع غُبَارٌ في سبيل الله وَدُخَانُ جهنم».رواه الترمذي والنسائي وأحمد
عن أبي هريرة رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم : «مَا يَجِدُ الشَّهيد من مَسِّ القتل إلا كما يَجِدُ أَحَدُكُمْ من مَسِّ القَرْصَةِ».رواه الترمذي وابن ماجه والنسائي والدارمي وأحمد
عن أبي هريرة رضي الله عنه قال: قيل: يا رسول الله، ما يعدل الجهاد في سبيل الله؟ قال: «لا تستطيعونه» فأعادوا عليه مرتين أو ثلاثًا كل ذلك يقول: «لا تستطيعونه»! ثم قال: «مثل المجاهد في سبيل الله كمثل الصائم القائم القانت بآيات الله لا يَفْتُرُ من صيام، ولا صلاة، حتى يرجع المجاهد في سبيل الله». وفي رواية البخاري: أن رجلاً قال: يا رسول الله، دلني على عمل يعْدِلُ الجهاد؟ قال: «لا أجده» ثم قال: «هل تستطيع إذا خرج المجاهد أن تدخل مسجدك فتقوم ولا تفتر، وتصوم ولا تفطر»؟ فقال: «ومن يستطيع ذلك؟!»متفق عليه، والرواية الثانية للبخاري
અબૂ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «હે અબૂ સઇદ! જે વ્યક્તિ અલ્લાહના પાલનહાર હોવા પર, ઇસ્લામના દીન હોવા પર અને મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના દીન હોવા પર ખુશ થઈ જાય, તો તેના માટે જન્નત વાજિબ થઈ ગઈ», તેના પર અબૂ સઈદ રઝી અલ્લાહુ અન્હુએ આશ્ચર્ય થઈ પૂછ્યું: હે અલ્લાહના રસૂલ! આ વાતને ફરીવાર કહો, ફરી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «એક બીજો અમલ જેના કારણે અલ્લાહ બંદાના જન્નતમાં સો દરજ્જા બુલંદ કરે છે, દરેક બે દરજ્જા વચ્ચે એટલું અંતર છે, જેટલું અંતર આકાશ અને જમીન વચ્ચે», તેમણે કહ્યું: હે અલ્લાહના રસૂલ! તે અમલ કયો છે? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «અલ્લાહના માર્ગમાં જિહાદ કરવું, અલ્લાહના માર્ગમાં જિહાદ કરવું».આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «જે વ્યક્તિએ રમઝાનના રોઝા ઈમાન અને સંપૂર્ણ નિખાલસતા સાથે રાખ્યા, તેના ગયા વર્ષના ગુનાહ માફ કરી દેવામાં આવે છે»મુત્તફકુન્ અલયહિ
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «જે વ્યક્તિ લૈલતુલ્ કદરની રાત ઈમાનની સાથે તેમજ નેકીની આશા મનમાં રાખી ઈબાદતમાં પસાર કરે તો તેના પાછળના ગુનાહ માફ કરી દેવામાં આવશે»મુત્તફકુન્ અલયહિ
وعن سالم بن عبد الله بن عمر بن الخطاب رضي الله عنهم عن أبيه: أن رسول الله صلى الله عليه وسلم قال: « نِعْمَ الرَّجُلُ عبد الله، لو كان يُصلِّي من الليل» قال سالم: فكان عبد الله بعد ذلك لا يَنامُ من الليل إلا قليلًا.متفق عليه
અબૂ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: મેં અલ્લાહના પયગંબર ﷺને કહેતા સાંભળ્યા: «જે વ્યક્તિ અલ્લાહના માર્ગમાં જિહાદ (યુદ્ધ) દરમિયાન એક દિવસનો રોઝો રાખે તો અલ્લાહ તઆલા તેનો ચહેરો જહન્નમથી સિત્તેર વર્ષ દૂર કરી દે છે».મુત્તફકુન્ અલયહિ
સહલ બિન સઅદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺએ કહ્યું: «લોકો ત્યાં સુધી ભલાઈમાં રહેશે, જ્યાં સુધી ઇફતારી કરવામાં જલ્દી કરશે».મુત્તફકુન્ અલયહિ
ઝૈદ બિન સાબિત રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: અમે નબી ﷺ સાથે સેહરી કરી, પછી આપ નમાઝ માટે ઉભા થયા, મેં પૂછ્યું: અઝાન અને સેહરી વચ્ચે કેટલો સમય હોવો જોઈએ? નબી ﷺએ કહ્યું: લગભગ પચાસ આયત તિલાવત કરી શકાય એટલો સમય.મુત્તફકુન્ અલયહિ
નબી ﷺની પત્ની ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે: આપ ﷺ રમઝાનના છેલ્લા અશરામાં એઅતિકાફ કરતા હતા, અહીં સુધી કે અલ્લાહએ આપને મૃત્યુ આપ્યું, ત્યારબાદ આપ ﷺની પત્નીઓ પણ એઅતિકાફ કરતી હતી.મુત્તફકુન્ અલયહિ
અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે તેમણે કહ્યું: નબી ﷺએ કહ્યું: «સેહરી કરો, કારણકે સેહરી કરવામાં બરકત છે».મુત્તફકુન્ અલયહિ
જાબિર બિન્ અબ્દુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જોયું કે એક સફરમાં લોકો ભેગા થઈ એક વ્યક્તિને છાંયડો કરી રહ્યા છે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પૂછયું: «આ શું છે?» તેઓએ કહ્યું: આ વ્યક્તિએ રોઝો રાખ્યો છે, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «સફરમાં રોઝો રાખવો કોઈ નેકીનું કામ નથી», મુસ્લિમના શબ્દો છે: «અલ્લાહએ જે તમને છૂટ આપી હોય તેના પર અમલ કરો».મુત્તફકુન્ અલયહિ
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર ﷺએ કહ્યું: «રમઝાનના એક અથવા બે દિવસ પહેલા રોઝા ન રાખો, પરંતુ કોઈ વ્યક્તિ આગળથી જ (નફીલ) રોઝા રાખતો હોય તો તે રાખી લે».મુત્તફકુન્ અલયહિ
અબ્દુલ્લાહ બિન ઉમર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર ﷺએ સદકતુલ્ ફિતર ફર્ઝ (જરૂરી) કર્યું છે, એક સાઅ ખજૂર અથવા એક સાઅ ઘઉં દરેક ગુલામ, આઝાદ, પુરુષ અને સ્ત્રી તેમજ દરેક નાના મોટા મુસલમાન પર, અને આ ફિતરો ઈદની નમાઝ પહેલા આપી દેવાનો આદેશ આપ્યો છે.મુત્તફકુન્ અલયહિ
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર ﷺએ કહ્યું: «કોઈ મુસલમાન સ્ત્રી માટે જાઈઝ નથી કે એક દિવસ અથવા એક રાતનો સફર મહરમ (જેની સાથે લગ્ન નથી કરી શકતી) તેના વગર કરે».મુત્તફકુન્ અલયહિ
عن عائشة وأم سلمة رضي الله عنهما «أن رسول الله صلى الله عليه وسلم كان يُدْرِكُهُ الفجر وهو جُنٌبٌ من أهله، ثم يغتسل ويصوم ».متفق عليه
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર ﷺએ કહ્યું: «જે રોજદારે ભૂલથી ખાઈ પી લીધું તે પોતાનો રોઝો પૂરો કરે, કારણકે તેને અલ્લાહએ ખવડાવ્યું અને પીવડાવ્યું».મુત્તફકુન્ અલયહિ
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: મારા દોસ્ત નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ મને ત્રણ વાતોની વસિયત કરી, પ્રત્યેક મહિનાના ત્રણ રોઝા રાખવા, ચાષ્તની બે રકઅત્ નમાઝ પઢવી, અને સૂતા પહેલા વિતરની નમાઝ પઢવી.મુત્તફકુન્ અલયહિ