135 hadiths
જાબિર બિન અબ્દુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «મને પાંચ વસ્તુઓ એવી આપવામાં આવી, જે મારા પહેલા કોઈ નબીને આપવામાં નથી આવી, એક મહિના જેટલા અંતરે (દુશ્મનના દિલમાં) મારો ભય નાખી મારી મદદ કરવામાં આવી, મારા માટે સંપૂર્ણ જમીન મસ્જિદ અને પાકી મેળવવાનો સ્ત્રોત બનાવી દેવામાં આવી, મારી ઉમ્મતનો કોઈ પણ વ્યક્તિ જે જગ્યા પર નમાઝનો સમય પામી લે, તે ત્યાં જ નમાઝ પઢી લે, મારા માટે ગનીમતનો માલ હલાલ કરવામાં આવ્યો, મારા પહેલા કોઈના માટે તે માલ હલાલ ન હતો, મને શફાઅત (ભલામણ) કરવાનો હક આપવામાં આવ્યો, અને અન્ય નબીઓ ફક્ત પોતાની કોમ માટે જ નબી બનાવી મોકલવામાં આવતા હતા, પરંતુ મને સંપૂર્ણ માનવતા માટે નબી બનાવી મોકલવામાં આવ્યો છે».મુત્તફકુન્ અલયહિ
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «સર્વશ્રેષ્ઠ અને ઉચ્ચ અલ્લાહ તઆલાએ કહ્યું: હું મારા બંદાઓના અનુમાન પ્રમાણે હોવ છું, જે તે મારાથી રાખે છે, અને જ્યારે તે મને યાદ કરે છે તો હું તેની સાથે હોવ છું, જો તે મને પોતાનાં નફસ (દિલ)માં યાદ કરે છે, તો હું પણ તેને મારા નફસ (દિલ)માં યાદ કરું છું, અને જો તે મને કોઈ મજલિસમાં યાદ કરે, તો હું તેને એક એવી મજલિસમાં યાદ કરું છું, જે તેનાથી શ્રેષ્ઠ છે, અને જો તે એક વેંત બરાબર મારી નજીક આવે છે, તો હું એક હાથ બરાબર તેની નજીક આવું છું, અને જો તે બે હાથ મારી નજીક આવે છે, તો હું બંને હાથ ફેલાવ્યા બરાબર તેની નજીક આવું છું અને જો તે ચાલી ને મારી પાસે આવે છે તો હું દોડી ને તેની પાસે આવું છું».મુત્તફકુન્ અલયહિ
અબૂ ઝર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે: નબી ﷺ પોતાના બરકત વાળા અને મહાન પાલનહારથી રિવાયત કરે છે, કે અલ્લાહ તઆલાએ કહ્યું: «હે મારા બંદાઓ ! મેં મારા પર જુલમ (અત્યાચાર) કરવાને હરામ કરી દીધું છે અને મેં તેને તમારી વચ્ચે પણ હરામ કરી દીધું છે, બસ ! તમે એકબીજા પર અત્યાચાર ન કરો, હે મારા બંદાઓ ! તમે સૌ ગુમરાહ (પથભ્રષ્ટ) છો, તે લોકો સિવાય જેમને હું હિદાયત આપી દઉં, બસ ! મારી પાસે જ હિદાયત માંગો, હું તમને હિદાયત આપીશ, હે મારા બંદાઓ ! તમે સૌ ભૂખ્યા છો, તે લોકો સિવાય જેમને હું ખાવાનું આપી દઉં, બસ તમે સૌ મારી પાસે જ ખાવાનું માંગો, હું જ તમને ખવડાવીશ, હે મારા બંદાઓ ! તમે સૌ નગ્ન છો, તે લોકો સિવાય જેમને હું પોશાક પહેરાવી દઉં, બસ ! તમે મારી પાસે જ પોશાક માંગો, હું તમને પોશાક પહેરાવીશ, હે મારા બંદાઓ ! તમે રાત- દિવસ ગુનાહ કરો છો અને હું બધા જ ગુનાહોને માફ કરું છું, બસ તમે મારી પાસે જ માફી માંગો, હું તમને માફ કરી દઈશ, હે મારા બંદાઓ ! તમે મારા નુકસાન સુધી નથી પહોંચી શકતા કે તમે મને નુકસાન પહોંચાડી શકો અને ન તો તમે મારા ફાયદા સુધી પહોંચી શકો છો કે તમે મને ફાયદો પહોંચાડી શકો (અર્થાત્ તમે મને નુકસાન અથવા ફાયદો પહોંચાડવાની શક્તિ નથી ધરાવતા), હે મારા બંદાઓ ! જો તમારો પહેલો અને છેલ્લો, તમારા માંથી બધાં માનવીઓ અને જિન્નાત, બધા જ એવા વ્યક્તિ જેવા થઈ જાય, જેના હૃદયમાં અલ્લાહનો ડર હોય છે, તો તે વાત મારી બાદશાહતમાં સહેજ પણ વધારો નથી કરી શકતી, હે મારા બંદાઓ ! તમારો પહેલો અને છેલ્લો, તમારા માંથી બધાં માનવીઓ અને જિન્નાત, એવા વ્યક્તિ જેવા થઈ જાય, જે તમારામાં સૌથી વધારે વિદ્રોહી તેમજ ગુનેગાર હોય, તો એ વાત મારી બાદશાહતમાં કંઈ પણ ઘટાડો નથી કરી શકતી, હે મારા બંદાઓ ! જો તમારા પહેલા અને છેલ્લા, માનવીઓ તેમજ જિન્નાતો બધા એક ખુલ્લા મેદાનમાં ભેગા મળી, મને સવાલ (ઈચ્છા પ્રમાણે માંગણી) કરે અને હું દરેકને તેમના સવાલ પ્રમાણે આપી દઉં, તો તેનાથી મારા ખજાનામાં એટલો જ ઘટાડો થશે, જેટલો કે સમુદ્રમાં એક સોઈ ડુબાડીને કાઢી લેવાથી સમુદ્રના પાણીમાં થાય છે, હે મારા બંદાઓ ! ખરેખર તમારા કાર્યો છે, જેને હું ગણીને રાખું છું, પછી તમને તેનો સંપૂર્ણ બદલો આપું છું, બસ ! જેઓ ભલાઈ પ્રાપ્ત કરી લે તેઓ અલ્લાહની પ્રસંશા કરે અને જે લોકો તે સિવાયનું જુએ તો તેઓ પોતાને જ મલામત કરે».આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેઓ કહે છે: એક વાર હું આપ ﷺ પાછળ સવારી પર બેઠો હતો, આપ ﷺ એ કહ્યું: « હે બાળક ! હું તને કેટલીક વાતો શીખવાડવા ઈચ્છું છું, તું અલ્લાહ (ના આદેશ અને પ્રતિબંધો) ની રક્ષા કરો, અલ્લાહ તમારી રક્ષા કરશે, અલ્લાહ (ના આદેશો અને પ્રતિબંધો) ની રક્ષા કરો, તો તમે તેને પોતાની સામે જોશો, જ્યારે તમે કોઈ વસ્તુ માંગો તો ફક્ત અલ્લાહ પાસે જ માંગો, જ્યારે તમને મદદની જરૂર હોય તો ફક્ત અલ્લાહ પાસે જ મદદ માંગ, અને એક વાત સારી રીતે જાણી લો કે દરેક લોકો ભેગા થઈ તને કોઈ ફાયદો પહોંચાડવા માંગે તો તેઓ તને એના કરતાં વધારે ફાયદો પહોંચાડી શકતા નથી, જેટલો અલ્લાહ એ તારા માટે લખી દીધો છે, અને જો તે લોકો તને નુકસાન પહોંચાડવા માટે ભેગા થઈ જાય તો તેઓ તને એટલું જ નુકસાન પહોંચાડી શકે છે, જેટલું નુકસાન અલ્લાહએ તારા માટે લખી દીધું હોય, કલમ ઉઠાવી લેવામાં આવી અને સહિફા (પુસ્તકો) સુકાઈ ગયા».આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે