Hadith for the World
Topic

અકીદો

135 hadiths

135 hadiths

અબુ બરઝહ અલ્ અસ્લમી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી ﷺએ કહ્યું: «કયામતના દિવસે કોઈ વ્યક્તિના ડગલાં ત્યાં સુધી તેની જગ્યા પરથી આગળ નહીં વધે, જ્યાં સુધી તેને સવાલ કરી લેવામાં ન આવે: તેણે પોતાની ઉંમર ક્યાં કામોમાં ખતમ કરી? તેના ઇલ્મ વિશે કે તેણે તેને કંઈ વસ્તુમાં ઉપયોગ કર્યો? તેના માલ વિશે કે તેણે તેને ક્યાંથી કમાવ્યો અને ક્યાં ખર્ચ કર્યો? અને તેના શરીર વિશે કે તેણે તેને કંઈ વસ્તુમાં ખપાવ્યું».આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે
عن أبي هريرة رضي الله عنه مرفوعاً: «لما خلق اللهُ الخَلْقَ كتب في كتاب، فهو عنده فوق العرش: إن رحمتي تَغْلِبُ غضبي». وفي رواية: «غَلَبَتْ غضبي» وفي رواية: «سَبَقَتْ غضبي».متفق عليه
નૌમાન બિન બશીર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી ﷺએ કહ્યું: «મોમિનનું ઉદાહરણ એકબીજાથી મોહબ્બત, સ્નેહ અને ઉદારતા પ્રત્યે એક શરીર જેવું છે કે જ્યારે તેના કોઈ એક અંગને તકલીફ પહોંચે, તો તેની તકલીફ સંપૂર્ણ શરીર અનુભવે છે, જેના કારણે ઉંઘ ઉડી જાય છે અને સંપૂર્ણ શરીરમાં તાવ હોય છે».મુત્તફકુન્ અલયહિ
અબ્દુલ્લાહ બિન મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે: મેં નબી ﷺ ને સવાલ કર્યો: અલ્લાહની નજીક સૌથી મોટો ગુનોહ કયો છે? નબી ﷺ એ કહ્યું: «અલ્લાહએ તમારું સર્જન કર્યું છતાંય તમે અલ્લાહ સાથે અન્યને ભાગીદાર ઠેહરવો» મેં કહ્યું: ત્યારબાદ? નબી ﷺ એ કહ્યું: «પોતાના સંતાનને એ ભયથી કતલ કરો કે તે તમારી સાથે બેસીને ખાશે» મેં કહ્યું: ત્યારબાદ? નબી ﷺ એ કહ્યું: «પાડોશીની પત્ની સાથે વ્યભિચાર કરવો».મુત્તફકુન્ અલયહિ
અબૂ અય્યૂબ અન્સારી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «કોઈ વ્યક્તિ માટે જાઈઝ નથી કે તે પોતાના ભાઈ સાથે ત્રણ રાત કરતા વધારે વાતચીત બંધ રાખે, એવી રીતે કે જ્યારે બન્ને એકબીજાની સામને આવી જાય તો બન્ને એકબીજાથી મોઢું ફેરવી લે, તે બન્ને માંથી શ્રેષ્ઠ તે છે, જે સલામ કરવાની શરૂઆત કરે».મુત્તફકુન્ અલયહિ
અબૂ સિર્મહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «જે કોઈ કોઈને નુકસાન પહોંચાડશે તો અલ્લાહ તેને નુકસાન પહોંચાડશે અને જે કોઈ કોઈના પર સખતી કરશે તો અલ્લાહ તેના પર સખતી કરશે».આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ અને ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાએ રિવાયત કરી છે અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે
અબ્દુલ્લાહ બિન મુગફ્ફલ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તે વ્યક્તિ અમારા માંથી નથી, જે ગાલ પર મારે, કપડાં ફાડે અને અજ્ઞાનતાના સમય જેવી વાતો કરે».મુત્તફકુન્ અલયહિ
عن أبي أمامة رضي الله عنه قال: سمعتُ رسولَ اللهِ صلى الله عليه وسلم يقولُ: «اقْرَؤُوا القرْآنَ؛ فَإنَّهُ يَأتِي يَوْمَ القِيَامَةِ شَفِيعًا لأَصْحَابِهِ».رواه مسلم
عن جابر بن عبد الله رضي الله عنهما قال: قال رسول الله صلى الله عليه وسلم : «يُبْعَثُ كلُّ عبدٍ على ما مات عليه».رواه مسلم
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી ﷺએ કહ્યું: «અલ્લાહ પાસે શક્તિશાળી મોમિન કમજોર મોમિન કરતા શ્રેષ્ઠ અને પ્રિય છે, હા, ભલાઈ તો બંને લોકોમાં છે, જે વસ્તુ તમારા માટે ફાયદાકારક હોય, તેની મનેચ્છા રાખો, અલ્લાહ પાસે મદદ માંગો અને નાસીપાસ ન થશો, જો તમારા પર કોઈ મુસીબત આવી જાય તો આવા શબ્દો ન કહો કે જો હું આમ કરતો તો આમ થઈ જતું, પરંતુ આ પ્રમાણેના શબ્દો કહો કે આતો અલ્લાહની તકદીર છે અને તે જે ઈચ્છે છે, તે જ થાય છે, કારણકે 'જો શબ્દ' શૈતાનની દખલગીરીનો દ્વાર ખોલી નાખે છે».આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
عن أنس بن مالك رضي الله عنه عن رسول الله صلى الله عليه وسلم أنه كان إذا أكل طعاما، لعق أصابعه الثلاث. قال: وقال: «إذا سقطت لُقمة أحدكم فليُمِطْ عنها الأذى، وليأكلها ولا يَدَعْهَا للشيطان» وأمر أن تُسْلَتَ القَصْعَةُ، قال: «فإنكم لا تدرون في أيِّ طعامكم البركة» وعن جابر بن عبد الله رضي الله عنه أن رسولَ اللهِ صلى الله عليه وسلم قالَ: "إنّ الشيطانَ يَحضُرُ أحدَكُم عندَ كلِ شيءٍ من شَأنِه، حتى يَحضُرَهُ عندَ طعامِهِ، فإذا سَقطتْ لقمةُ أحدِكُم فليَأخُذْها فَلْيُمِطْ ما كانِ بها من أذى، ثم ليَأكُلْها ولا يَدَعْها للشيطانِ، فإذا فَرَغَ فليَلْعَقْ أصابعَهُ، فإنه لا يَدري في أيِّ طَعامه البركة"حديث أنس رواه مسلم. حديث جابر رواه مسلم
જરીર બિન અબ્દુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે: અમે નબી ﷺ પાસે હાજર હતા, નબી ﷺ એ એક રાત્રે ચંદ્ર તરફ જોયું, અર્થાત્ -ચૌદમી રાતનો ચાંદ હતો- અને કહ્યું: «ખરેખર તમે સૌ તમારા પાલનહારને આ રીતે જ જોશો, જેવું કે તમે આ ચાંદને જોઈ રહ્યા છો, અને તમને તેને જોવામાં સહેજ પણ તકલીફ નહીં થાય, જો તમે શક્તિ ધરાવતા હોવ તો સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પછીની નમાઝોમાં કચાસ ન રાખો, તેને જરૂર પઢો», ફરી નબી ﷺ આ આયત તિલાવત કરી: {સૂર્યોદય પહેલા અને સર્યાસ્ત પહેલા પોતાના પાલનહારની પ્રશંસા સાથે તસ્બીહ કરતા રહો}»મુત્તફકુન્ અલયહિ
અબૂ મુસા રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી ﷺ એ કહ્યું: «નિઃશંક અલ્લાહ તઆલા જાલિમને મહેતલ આપે છે, પરંતુ જ્યારે તેને પકડે છે, તો પછી છોડતો નથી», પછી નબી ﷺ એ આ આયત પઢી: {અને જ્યારે તમારો પાલનહાર કોઈ જાલિમ વસ્તીની પકડ કરે છે તો તેની પકડ આ પ્રમાણે જ હોય છે, ખરેખર તેની પકડ દુ:ખદાયી અને ખૂબ જ સખત હોય છે} [હૂદ: ૧૦૨]»મુત્તફકુન્ અલયહિ
નબી ﷺ ની એક પત્ની રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «જે વ્યક્તિ જ્યોતિષ પાસે જાય અને કોઈ વસ્તુ બાબતે તેને પૂછી લે તો તે વ્યક્તિની ચાળીસ દિવસની નમાઝ કબૂલ કરવામાં આવતી થતી».આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
عن عبد الله بن مسعود رضي الله عنه عن النبي صلى الله عليه وسلم أنه قال: "أكبر الكبائر: الإشراك بالله، والأمن من مَكْرِ الله، والقُنُوطُ من رحمة الله، واليَأْسُ من رَوْحِ الله".رواه عبد الرزاق
عن البراء بن عازب –رضي الله عنهما- قال: كانَ رجلٌ يَقرَأُ سُورةَ الكهفِ، وعندَه فَرَسٌ مَربُوطٌ بِشَطَنَيْنِ، فَتَغَشَّتْهُ سَحَابَةٌ فَجَعَلَتْ تَدْنُو، وجَعلَ فَرَسُه يَنفِرُ منها، فلمّا أصبحَ أتَى النبيَّ صلى الله عليه وسلم فَذَكرَ ذلك له، فقالَ: «تِلكَ السَّكِينةُ تَنَزَّلَتْ للقُرآنِ».متفق عليه
અબુદ્ દરદાઅ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺએ કહ્યું: «જે વ્યક્તિએ સૂરે અલ્ કહફની પહેલી દસ આયતો યાદ કરી, તે દજ્જાલના ફિતનાથી સુરક્ષિત થઈ જશે». અને બીજી રિવાયતના શબ્દો છે: «સૂરે અલ્ કફહની છેલ્લી દસ આયતો».આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
عن أبي هريرة رضي الله عنه عن النبي صلى الله عليه وسلم قال: «ما توطَّنَ رجلٌ مسلمٌ المساجدَ للصلاة والذِّكر، إلا تَبَشْبَشَ اللهُ له، كما يَتَبَشْبَشُ أهلُ الغائب بغائبهم إذا قَدِمَ عليهم».رواه ابن ماجه وأحمد
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી ﷺ એ કહ્યું: «અલ્લાહ તઆલાએ કહ્યું: જે વ્યક્તિ મારા કોઈ વલી સાથે દુશ્મની કરશે, તો તેની વિરુદ્ધ હું યુદ્ધનું એલાન કરું છે, અને મારો બંદો જે બાબતો દ્વારા મારી નિકટતા પ્રાપ્ત કરે છે તેમાંથી મને સૌથી વધુ પ્રિય તે બાબત છે, જે મેં તેના પર ફરજ કરી છે, મારો બંદો નફિલ કાર્યો વડે મારી નિકટતા પ્રાપ્ત કરતો રહે છે, અહીં સુધી કે હું તેની સાથે મોહબ્બત કરવા લાગુ છું, અને જ્યારે હું તેની સાથે મોહબ્બત કરું છું, તો તેના પરિણામરૂપે હું તેનો કાન બની જાઉં છું, જેના વડે તે સાંભળે છે, હું તેની આંખો બની જાઉં છું, જેના વડે તે જુએ છે, અને તેનો હાથ બની જાઉં છું, જેના વડે તે સ્પર્શ કરે છે, અને તેના પગ બની જાઉં છું, જેના વડે તે ચાલે છે, જો તે મારી પાસે કોઈ વસ્તુનો સવાલ કરે છે તો હું જરૂર તેને આપું છું, અને જો કોઈ વસ્તુથી મારી પાસે પનાહ માંગે છે તો હું તેને જરૂર આશરો આપું છું, મને કોઈ કાર્ય કરવામાં એટલી ખચકાટ નથી, જેટલું મને એક મોમિનના પ્રાણ લેતી વખતે થાય છે, જે મોતને નાપસંદ કરે છે, અને મને તેને દુ:ખ આપવું નાપસંદ છે».આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
عن أنس بن مالك وأبي هريرة رضي الله عنهما عن النبي صلى الله عليه وسلم فيما يرويه عن ربه عز وجل قال: «إذا تَقَرَّبَ العبدُ إليَّ شِبْرًا تَقَرَّبْتُ إليه ذِرَاعًا، وإذا تَقَرَّبَ إليَّ ذِرَاعًا تَقَرَّبْتُ مِنْهُ بَاعًا، وإذا أتاني يمشي أَتَيْتُهُ هَرْوَلَةً».حديث أنس -رضي الله عنه- رواه البخاري . حديث أبي هريرة -رضي الله عنه- متفق عليه
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી ﷺ એ કહ્યું: «ઈમાનની સિત્તેરથી વધુ શાખાઓ છે, અથવા કહ્યું કે સાઈઠથી વધુ શાખાઓ છે, સૌથી શ્રેષ્ઠ શાખા લા ઇલાહ ઇલ્ લલ્લાહ કહેવું અને સૌથી નીચો દરજ્જો રસ્તા વચ્ચેથી તકલીફ આપતી વસ્તુ દૂર કરવી, અને હયા પણ ઇમાનની શાખાઓ માંથી છે».મુત્તફકુન્ અલયહિ
અદી બિન હાતિમ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ કહ્યું: «તમારા માંથી દરેક વ્યક્તિ સાથે અલ્લાહ વાતચીત કરશે, અને તે બંને વચ્ચે કોઈ અનુવાદક નહીં હોય, તે વ્યક્તિ પોતાની જમણી બાજુ જોશે, તો તેણે મોકલેલા કાર્યો જોશે, અને ડાબી બાજુ જોશે તો પણ પોતાના કાર્યોને જોશે, અને જ્યારે તે પોતાની સામે નજર કરશે તો આગ અને આગને જ જોશે, બસ તમે આગ (જહન્નમ)થી ડરો, ભલેને એક ખજૂરનો ટુકડો પણ કેમ ન હોય».મુત્તફકુન્ અલયહિ
عن عبد الله بن عكيم رضي الله عنه مرفوعاً: «مَنْ تَعَلَّقَ شيئا وُكِلَ إليه».رواه أحمد والترمذي
તારીક બિન અશયમ અલ્ અશ્જઇ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા: «જે વ્યક્તિએ લા ઇલાહ ઇલ્ લલ્લાહ કહ્યું, અને અલ્લાહ સિવાય જે વસ્તુની પણ ઈબાદત કરવામાં આવે તેનો ઇન્કાર કર્યો, તો તેનો માલ અને પ્રાળ સુરક્ષિત થઈ જશે અને તેનો હિસાબ અલ્લાહ ના હવાલે રહેશે».આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે