62 hadiths
અબૂ મૂસા અશઅરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આ શબ્દો દ્વારા અલ્લાહથી દુઆ કરતા હતા: «"રબ્બિગ્ફિર્લી ખતિ અતી, વજહ્લી, વઇસ્રાફી ફી અમ્રી કુલ્લિહિ, વમા અન્ત અઅલમુ બિહિ મિન્ની, અલ્લાહુમ્મગ્ફિર્લી ખતાયાય, વઅમ્દી વજહ્લી વહઝ્લી, વકુલ્લુ ઝાલિક ઇન્દી, અલ્લાહુમ્મગ્ફિર્લી, મા કદ્દમ્તુ વમા અખ્ખર્તુ, વમા અસ્રર્તુ, વમા અ-અલન્તુ, અન્તલ્ મુકદ્દિમુ વઅન્તલ્ મુઅખ્ખિર, વઅન્ત અલા કુલ્લિ શૈઇન્ કદીર" હે અલ્લાહ ! મારી ભૂલો, મારી અજ્ઞાનતા અને મારી બાબતે મેં કરેલ અતિરેક અને તે દરેક વાતો, જેને તું મારા કરતાં વધુ જાણે છે, તેને માફ કરી દે, હે અલ્લાહ ! જે કાર્ય મેં ખૂબ જ ગંભીરતાથી કર્યું અને જે મજાક મજાકમાં કર્યું હોય, જે જાણી જોઈને અને જે અજાણતામાં થઈ ગઈ હોય, તે દરેકને તું માફ કરી દે, અને આ દરેક મારાથી થઈ છે, (હું એનો એકરાર કરું છું), હે અલ્લાહ ! તું મારા આગળના અને પાછળના અને જે મેં છૂપી રીતે કર્યા હોય કે જાહેરમાં અને તું મારા કરતાં વધુ જાણે છે, મારા દરેક ગુનાહને માફ કરી દે, તું જ આગળ કરવાવાળો છે અને તું જ પાછળ કરવાવાળો છે અને તું જ દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે».મુત્તફકુન્ અલયહિ
અબ્દુલ્લાહ બિન ઉમર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેમણે કહ્યું: મેં આપસલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને સવાર અને સાંજ હમેંશા આ દુઆ પઢતા જોયા છે, ક્યારેય આ દુઆ પઢવાનું નહતા છોડતા.«"અલ્લાહમ્મ ઇન્ની અસ્અલુકલ્ આફિયહ ફિદ્ દુનિયા વલ્ આખિરતિ, અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલુકલ્ અફવ વલ્ આફિયહ ફી દીની વ દુનિયાય વઅહ્લી વ માલી, અલ્લાહુમ્મસ્ તુર અવરતી -અથવા: અવરાતી, વઆમિન રવઆતી, અલ્લાહુમ્મહ્ફઝ્ની મિમ્ બય્ની યદય્ય, વમિન ખલ્ફી, વઅન યમાની, વઅન શિમાલી, વમિન ફવકી, વઅઊઝુબિ અઝ્મતિક અન્ ઉગ્તાલ્ મિન તહ્તી", હે અલ્લાહ ! હું તારી પાસે દુનિયા અને આખિરતમાં આફીયતનો સવાલ કરું છું, હે અલ્લાહ ! મારા દીન, મારી દુનિયા, મારા ઘરવાળાઓ અને મારા માલ પ્રત્યે માફી અને આફીયતનો સવાલ કરું છું, હે અલ્લાહ ! તું મારી પરદા વાળી જગ્યા પર પરદો કરી દે, અથવા ગુનાહ ઢાંકી દે, અને મારા ભયને તું શાંતિમાં બદલી દે, હે અલ્લાહ ! તું મારી સુરક્ષા કર, મારી સામેથી, મારી પાછળથી, મારી જમણી બાજુથી, મારી ડાબી બાજુથી, મારી ઉપરથી, અને એ વાતથી હું તારી ભવ્ય મહાનતાના શરણમાં આવું છું કે હું નીચેથી બરબાદ થઈ જઉં».આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ ઈમામ નસાઈ રહિમહુલ્લાહ અને ઈમામ ઈબ્ને ઈબ્ને માજહ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
શદ્દાદ બિન ઔસ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺએ કહ્યું: «સય્યદુલ્ ઇસ્તિગફાર કે તમે કહો: "અલ્લાહુમ્મ અન્ત રબ્બી લા ઇલાહ ઇલ્લા અન્ત, ખલકતની વ અન અબ્દુક, વ અન અલા અહ્દિક વવઅદિક મસ્તતઅતુ, અઊઝૂબિક મિન્ શર્રિ મા સનઅતુ, અબૂઉ લક બિનિઅમતિક અલય્ય, વઅબૂઉ લક બિઝન્બી ફગ્ફિલી, ફઇન્નહુ, લા યગ્ફિરુઝ્ ઝુનૂબ્ ઇલ્લા અન્ત" (અર્થ : હે અલ્લાહ ! તું મારો પાલનહાર છે, તારા સિવાય કોઈ સાચો ઇબાદતને લાયક નથી, તે મને પેદા કર્યો અને હું તારો બંદો છું, અને હું મારી તાકાત પ્રમાણે તારા વચન પર કાયમ છું, મેં કરેલા ગુનાહથી તારી પનાહ માગું છું, મારા પર તે કરેલી નેઅમતોનો એકરાર કરું છું, અને હું તારી સમક્ષ મારા ગુનાહનો એકરાર કરું છું, તું મને માફ કરી દે, એટલા માટે કે તારા સિવાય કોઈ ગુનાહ માફ નથી કરી શકતું), નબી ﷺ એ કહ્યું: «જે વ્યક્તિ યકીન સાથે સવારે આ દુઆ પઢશે, અને સાંજ થતા પહેલ તેનું મૃત્યુ થઈ જશે તો તે જન્નતી લોકો માંથી ગણાશે, અને જે રાત્રે યકીન સાથે આ દુઆ પઢશે અને સવાર થતા પહેલા પહેલા તેનું મૃત્યુ થઈ જશે તો તે જન્નતી લોકો માંથી હશે».આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
ઝૈદ બિન્ અરકમ રઝી અલ્લાહુ અન્હુ વર્ણન કરે, તેમણે કહ્યું: હું તમને એવા શબ્દો કહું છું, જે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કહેતા હતા: «"અલ્લાહુમ્મ ઇન્ની અઊઝુ બિક મિનલ્ અજ્ઝિ વલ્ કસલિ, વલ્ જુબ્નિ વલ્ બુખ્લિ, વલ્ હરમિ વ અઝાબિલ્ કબ્રિ, અલ્લહુમ્મ આતિ નફ્સી તકવાહા, વ ઝક્કિહા અન્ત ખય્રુ મન્ ઝક્કાહા, અન્ત વલિય્યુહા વ મવ્લાહા, અલ્લાહુમ્મ ઇન્ની અઊઝુ બિક મિન્ ઇલ્મિન્ લા યન્ફઅ, વ મિન્ કલ્બિન્ લા યખ્શઅ, વ મિન્ નફસિન્ લા તશ્બઅ, વ મિન્ દઅવતિન્ લા યુસ્તજાબુ લહા" (અર્થ: હે અલ્લાહ! હું તારી પાસે લાચારી, આળસ, કાયરતા અને વૃદ્ધાવસ્થા (એવી વૃદ્ધાવસ્થાથી કે જેમાં બુદ્ધિ જતી રહે છે અને ઇબાદત કરવી શક્ય ન હોય) અને કંજુસાઈથી અને કબરના અઝાબ પનાહ માંગું છું, હે અલ્લાહ! તું મારા નફ્સને તકવો આપ અને તેને પવિત્ર કરી દે, અને તું સૌથી શ્રેષ્ઠ પાક કરવાવાળો અને તું જ તેની દેખરેખ કરનાર અને માલિક છે, હે અલ્લાહ! હું એવા ઈલ્મથી જે કોઈ ફાયદો ન પહોંચાડે, એવા દિલથી જેમાં તારો ડર ન હોય, એવા નફસથી જે સંતુષ્ટ ન પામે એવી દુઆથી જે કબૂલ કરવામાં ન આવે, એનાથી પનાહ માંગું છું)».આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે