Topicમહત્ત્વતાઓ અને અદબો
288 hadiths
288 hadiths
અબૂ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઈદુલ્ ફિતર અથવા ઈદુલ્ અઝ્હાના દિવસે ઈદગાહ પાસે આવ્યા, તો સ્ત્રીઓ પાસેથી પસાર થયા, તેણીઓને કહ્યું: «હે સ્ત્રીઓનું જૂથ! તમે ખૂબ જ સદકો કરો, કારણકે મેં જહન્નમમ્માં સૌથી વધારે તમને જ જોયા છે» તે સ્ત્રીઓએ કહ્યું: હે અલ્લાહના પયગંબર! કેમ? તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તમે ખૂબ જ મહેણાંટોણાં કરો છે, અને પોતાના પતિની નાશુકરી કરો છો, તમે દીનમાં અડધી બુદ્ધિના હોવાના કારણે પણ એક બુદ્ધિશાળી અને અનુભવી માણસને ગાંડો બનાવવામાં તમારા સિવાય બીજો કોઈનો હાથ નથી હોતો», તે સ્ત્રીઓએ કહ્યું: અમારા દીન અને બુદ્ધિમાં કમી કેવી રીતે? તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «શું સ્ત્રીઓની સાક્ષી પુરુષોની સાક્ષી કરતાં અધૂરી નથી», તે સ્ત્રીઓએ કહ્યું: હાં! કેમ નહીં, ફરી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પૂછ્યું: «શું એવું નથી કે સ્ત્રીઓ હૈઝના કારણે નમાઝ અને રોઝાથી રોકાઈ જાય છે?» તે સ્ત્રીઓએ કહ્યું: હાં! કેમ નહીં, ફરી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «આ જ તેમના દીનમાં કમીનું કારણ છે».મુત્તફકુન્ અલયહિ
અબૂ ઉમામા બાહિલી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: મેં અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહેતા સાંભળ્યા: «કુરઆન પઢતા રહો, કારણકે તે કયામતના દિવસે પોતાના પઢનાર માટે ભલામણ કરનાર બની આવશે, બે ચમકતી સૂરતો: સૂરે બકરહ અને સૂરે આલે ઈમરાન પઢો, કારણ કે તે બંને કયામતના દિવસે એ સ્થિતિમાં આવશે તે બંને વાદળ હોય, અથવા છાંયડો હોય, અથવા પંખીઓના બે ટોળાં બની આવશે, જે લાઇનમાં ઊભા હોય, તે બંને સૂરતો પોતાને પઢનારના બચાવ માટે ચર્ચા કરશે, સૂરે બકરહ જરૂર પઢો: કારણકે તેને પઢવું બરકત છે, અને તેને છોડવું અફસોસ છે, અને જાદુગરો તેનો સામનો નથી કરી શકતા».આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે